બિટકોઇન કોભાંડના આરોપીના જામીન હાઈકોર્ટે રદ કર્યા: કંપનીમાં રોકાણ કર્યું પણ કંપની બંધ થઈ જતા આરોપીએ કર્મચારીઓનું અપહરણ કરી બિટકોઇન પડાવ્યા હતા

બિટકોઇન કોભાંડના આરોપીના જામીન હાઈકોર્ટે રદ કર્યા:કંપનીમાં રોકાણ કર્યું પણ કંપની બંધ થઈ જતા આરોપીએ કર્મચારીઓનું અપહરણ કરી બિટકોઇન પડાવ્યા હતા
Email :

બિટકોઇનમાં કરેલું રોકાણ ડૂબી જતાં રોકાણકારે બિટકોઇન કંપનીના કર્મચારીઓનું અપહરણ કરી તેમની જોડેથી 14.5 કરોડ ઉપરાંત 2,091 બિટકોઇન્સ અને 11,000 લિટકોઇન્સ પડાવી લેવાનો મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં રોકાણ કરનારા આરોપીએ કાયમી જામીન મેળવવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી હતી અને આરોપીને કોઇપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે કંપનીમાં 1.7 કરોડનું રોકાણ કર્યું હતું આરોપી શૈલેષ ભટ્ટની જામીન

અરજી રદ કરતાં આદેશમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસ તપાસ દરમિયાન સામે આવેલા મટિરિઅલ પરથી એ સ્પષ્ટ થાય છે કે અરજદાર આરોપીએ મેસર્સ બિટકનેક્ટ લિમિટેડ નામની એક કંપનીમાં રૂપિયા 1.7 કરોડનું રોકાણ કર્યું હતું. આ કંપની એક સતીષ કુંભાણીના કંટ્રોલમાં હતી. તેણે અરજદારને એના રોકાણની સામે રોજના અડધાથી બે ટકા રિટર્ન આપવાનો વાયદો આપ્યો હતો. તેથી અરજદારે

મોટી રકમનું રોકાણ કર્યું હતું, પરંતુ સતીષ કુંભાણીની કંપની બંધ થઇ ગઇ હતી. જેના પરિણામે અરજદારને જંગી નુકસાન વેઠવું પડ્યું હતું. આરોપીઓએ કંપનીના બે કર્મચારીનું અપહરણ કર્યું હતું કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પક્ષના કેસ પ્રમાણે આ નુકસાનને પહોંચી વળવા માટે અરજદાર અને અન્ય સહ આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો અને બિટકનેક્ટના બે કર્મચારીઓ પિયુષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ

કરી લીધું હતું. ત્યાર બાદ એકબીજાની મદદથી ધવલ માવાણી જોડેથી 14.5 કરોડ રોકડા ઉપરાંત 2,091 બિટકોઇન્સ અને 2,091 લિટકોઇન્સ પડાવી લીધાં હતા. ત્યાર બાદ તેમને છોડી મુક્યા હતા. આ પડાવી લીધેલી રકમ આરોપીઓએ વહેંચી લીધી હતી. PML-પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇ હેઠળ પણ અરજદારના નિવેદન લેવામાં આવ્યા હતા. પરંતુ તપાસ દરમિયાન અરજદાર આરોપીએ ઉડાઉ જવાબો આપ્યા હતા.

તપાસ દરમિયાન એવું પણ જણાઇ આવ્યું હતું કે, આરોપીએ બિટકોઇન્સ અને રોકડા રૂપિયા અન્ય સહઆરોપીઓને વિવિધ રીતે ટ્રાન્સફર કર્યા છે. બિટકોઇન કોભાંડના આરોપીના જામીન હાઈકોર્ટે રદ કર્યા હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, આ કોર્ટ માટે એ માનવું કે ઠરાવવું મુશ્કેલ છે કે આરોપી વ્યક્તિ ગુનામાં દોષિત નથી અને તેને જામીન આપીએ તો એ કોઇ અન્ય ગુનો નહીં કરે. આ સિદ્ધાંતને

ધ્યાનમાં રાખતાં કોર્ટ આરોપીની તરફેણમાં પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી તેની જામીન અરજી રદબાતલ ઠરાવે છે. પ્રસ્તુત કેસમાં અમદાવાદ ED સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કાયદા અને અન્ય જોગવાઇઓ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં કાયમી જામીન મેળવવા અરજદારે નીચલી અદાલત સમક્ષ અરજી કરી હતી. જે રદ થતાં તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને એ પણ રદ કરવામાં આવી છે.

Related Post