Lifestyle News: કેન્સરના ખતરા માટે આ ફૂડ આઇટમો છે જવાબદાર

Lifestyle News: કેન્સરના ખતરા માટે આ ફૂડ આઇટમો છે જવાબદાર
Email :

હાઇ રીચ પ્રોટીનવાળા ફૂડ આઇટમ અથવા પ્રોસેસ્ટ મીટથી બનેલા હૈમ, હોટ ડોગ, ડેલી મીટ અને બેકન વગેરે જેવી વસ્તુઓ વધુ માત્રામાં લેવાથી કેન્સરનો ખતરો બની રહે છે. પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જરુરી છે. પરંતુ શું તમને ખબર છે કે આ પ્રોટીન પ્રમાણ કરતા વધુ થઇ જાય તો તેનાથી બીમારીઓને આમંત્રણ આપવામાં આવે છે. વધુ પ્રોટીન લેવાથી બ્રેસ્ટ કેન્સર, કોલેરેક્ટલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર થઇ શકે છે.

શું જરુરત કરતા વધુ પ્રોટીન લેવાથી થઇ શકે છે કેન્સર ?

લાલ માંસ ખાવાથી કેન્સરનું જોખમ વધવા માંડે છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે, હાઇ રીચ પ્રોટીનવાળા ફૂડ આઇટમ જેવી કે, લાલ માંસ, પ્રોસેસ્ડ મીટથી કેન્સરનું જોખમ વધે છે. પ્રોસેસ્ટ મીટથી બનેલા હૈમ, હોટ ડોગ, ડેલી મીટ અને બેકન વગેરે જેવી વસ્તુઓ વધુ માત્રામાં લેવાથી કેન્સરનો ખતરો બની રહે છે. ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર ભોજન લેવાથી ઓવર હેલ્થ પર સારી અસર પડે છે.

વજન, કબજિયાત, થાક અને કેલ્શિયમની કમી

વેટ લોસ કરવા માટે પ્રોટીન લેવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ જો તમે તેને વધારે માત્રામાં લેશો તો તમારુ વજન વધી જશે. એટલે જ તમે હમેંશા તમારી પ્રોટીન માત્રા પર ધ્યાન આપવાનું હોય છે. વધારે પડતું પ્રોટીન તમારા શરીરમાં ફેટની જેમ સ્ટોર થઇ જાય છે. અને એમિનો એસિડ પણ વધવા લાગે છે. વધુ પડતું પ્રોટીન લેવાથી તમને હંમેશા થાકનો અનુભવ થઈ શકે છે. કારણ કે તે ચોક્કસપણે તમારી કિડની, લીવર અને હાડકાં પર વધુ ભાર મૂકે છે જેથી તેઓ વધુ કામ કરી શકે. આવી સ્થિતિમાં, તમે હંમેશા થાક અને સુસ્તી અનુભવી શકો છો. વધારાનું પ્રોટીન પચાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં, તમને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. તમારે પેટનું ફૂલવું પણ સહન કરવું પડી શકે છે. વધુ પડતી પ્રોટીનનું સેવન કરવાથી તમારા કેલ્શિયમની ખોટ થઈ શકે છે. આનાથી હાડકાં નબળા પડી શકે છે અને સાંધા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. જે લોકો ઉચ્ચ પ્રોટીન આહાર લે છે તેમના હાડકાં ખૂબ જ નબળા હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે, તમે ઓસ્ટીયોપોરોસિસથી પણ પીડાઈ શકો છો. પ્રોટીનનું વધુ પડતું સેવન કરવાથી કિડની સંબંધિત રોગો અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ ઉપરાંત, વ્યક્તિને શ્વાસની દુર્ગંધ અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતા પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આના કારણે થાક, સ્થૂળતા, કબજિયાત જેવી સમસ્યાઓ હંમેશા થતી રહે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સંદેશ ન્યુઝ આ પ્રકારના સમાચારની પુષ્ટી કરતું નથી. 

Related Post