હિંમતનગર-ખેડ તસીયા સ્ટેટ હાઈવે પર જળબંબાકાર: ગોકુલનગર રેલવે ફાટક પાસે પાણી ભરાયા, વાહનચાલકો અને વેપારીઓને હાલાકી

હિંમતનગર-ખેડ તસીયા સ્ટેટ હાઈવે પર જળબંબાકાર:ગોકુલનગર રેલવે ફાટક પાસે પાણી ભરાયા, વાહનચાલકો અને વેપારીઓને હાલાકી
Email :

હિંમતનગર-ખેડ તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોડને પણ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સ્ટેટ હાઈવે પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ગોકુલનગર

રેલવે ફાટક પાસે રોડની બંને તરફ કોમ્પ્લેક્સ આવેલા હોવાથી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં સમગ્ર પાણી રોડ પર ભરાઈ જાય છે. શિવગંગા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા દક્ષ ભટ્ટે જણાવ્યું હતું કે, રોડ પર પાણી ભરાવાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેનાથી વેપારને પણ મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, પાણી ભરાવાને કારણે રોડ પણ સતત તૂટી રહ્યો છે, જે વાહનચાલકો માટે જોખમી બની રહ્યો

છે. સ્થાનિકો દ્વારા પાલિકા અને સંબંધિત તંત્રને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છે. RB વિભાગમાંથી મળતી માહિતી મુજબ, ખેડ તસિયા રોડ પર પાણી ભરાવાની જાણ તેમને થઈ છે અને સ્થળ તપાસ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ રોડની બંને બાજુ કરવામાં આવેલું પુરણ પણ દૂર કરવામાં આવશે. પાલિકાના સંકલનમાં રહીને વરસાદી પાણીના નિકાલની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Related Post