SG હાઈવે પર તથ્યવાળી થતા રહી ગઈ: પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર કારચાલક બાઈકચાલકને ટક્કર મારી ફરાર; અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસતા 3ને ઇજા

SG હાઈવે પર તથ્યવાળી થતા રહી ગઈ:પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર કારચાલક બાઈકચાલકને ટક્કર મારી ફરાર; અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસતા 3ને ઇજા
Email :

અમદાવાદમાં 2 દિવસમાં નાના-મોટા અકસ્માતની સાથે હિટ એન્ડ રનના બે બનાવ સામે આવ્યાં હતા, ત્યારે ગતરાત્રિના વધુ એક બનાવ સામે આવ્યો છે. એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું,

આ સમયે પૂરપાર આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘૂસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે એસ.જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 10 મહિના પહેલા આજ બ્રિજ પર હિટ એન્ડ રનમાં બે લોકોના મોત થયાં હતાં. કારચાલક યુવકને ટક્કર મારી ફરાર વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક થલતેજ અંડર બ્રિજથી પેલેડિયમ મોલની બાજુમાં

આવેલા બ્રિજ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કર્યા બાદ અજાણ્યો કારચાલક નાસી ગયો હતો. રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર અને એક્ટિવાચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ અકસ્માતનો બનાવ બન્યો તે જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું.

આ સમયે થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂર ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેથી અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, 20 જુલાઈ, 2023ના

રોજ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા 9 લોકોને જેગુઆર કારથી તથ્ય પેટેલે કચડી નાખ્યાં હતાં. એસ. જી. હાઈવે પર અવારનવાર બનતા અકસ્માતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. એસ. જી. હાઈવે પર અકસ્માત સ્પોટ બનેલી જગ્યા પર જ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળે છે. 13 જુલાઈ, 2024ની રાતે અમદાવાદના એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર

વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અન્ય 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. મૃતક ઘરે ‘હું બહાર જમવા જાઉં છું, આવતા મોડું થશે’ કહીને મિત્રો સાથે જમવા માટે નીકળ્યો હતો, પરંતુ પરિવારને સવારે તેના મોતના સમાચાર મળ્યા હતા. (વિગતવાર અહેવાલ વાંચવા ક્લિક કરો)

Leave a Reply

Related Post