Holi 2025: માત્ર રંગ જ નહીં વિવિધ થીમથી ઉજવો રંગોનો તહેવાર

Holi 2025: માત્ર રંગ જ નહીં વિવિધ થીમથી ઉજવો રંગોનો તહેવાર
Email :

જો તમે આ શાનદાર ટીપ્સને ફોલો કરો છો તો તમારી હોળી પાર્ટી એક સુંદર સંસ્મરણ બની રહેશે. પરિવાર અને મિત્રો સાથે ઉજવો હોળીનો તહેવાર. આ ટીપ્સ ફોલો કરવાથી હોળીનો રંગોનો તહેવાર વધુ રંગીન બની જશે. તહેવાર નિમિત્તો વિવિધ રિસોર્ટ, ક્લબ હાઉસમાં સુંદર સજાવટ કરવામાં આવે છે. અહીં એન્ટ્રી લેવા માટે લોકો મોંઘી કિંમતો પણ ચુકવે છે. પરંતુ જો તમે સમગ્ર તૈયારીઓ ઘરે જ કરશો તો તમારો પરિવાર અને મિત્રો વધુ આનંદ મેળવી શકશે.

1. થીમ અને ડેકોરેશન

એક શાનદાર થીમ તમારી હોળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવી શકે છે. અને મિત્રો તથા પરિવારમાં તમારો વટ પાડી દેશે. પાર્ટી માટે વિવિધ થીમ તૈયાર કરી શકાય છે. જેમ કે, બોલીવુડ થીમ- આ થીમમાં મહેમાનોને બોલીવુડ સ્ટાઇલમાં કપડા પહેરવા અથવા ફિલ્મોના સુપરહિટ હોળી ગીત વગાડીને એન્જોય કરી શકાય છે. ત્યાર બાદ ફૂલોની થીમ- આ થીમમાં રંગોના સ્થાને વિવિધ સુંગંધિત ફુલોથી હોળી રમી શકાય છે. આના કારણે પર્યાવરણ પણ સુરક્ષિત રહી શકે છે. બીજી તરફ રાજસ્થાની હોળી થીમ- આ થીમના માધ્યમથી પારંપરિક પોશાક, ઢોલ-નાગારા વગેરે વગાડી માહોલને રાજસ્થાની કરી શકાય છે. અને આ સિવાય ઘરે બનાવેલા વિવિધ રંગો, ફુગ્ગા, ફુલોથી હોળી રમી તહેવારનો આનંદ માણી શકાય છે.

2. રંગોની ધૂમ અને પાણીની વ્યવસ્થા

હમેંશા ઓર્ગોનિક અને સ્કીન ફ્રેન્ડ્રીલ રંગોનો જ ઉપયોગ કરવો જોઇએ. જેનાથી સ્કીન એલર્જી થઈ નથી. પિચકારીઓ અને વોટર કેનની સાથે પણ હોળી રમી શકાય છે. જેનાથી બાળકો ખુશ રહે છે. અક સ્પેશિયલ ઝોન રંગો માટે રાખવો જોઇએ. જેનાથી અન્ય સ્થળ પાણીના કારણે ખરાબ ન થાય.

3. ડાન્સ અને સંગીત વિના અધૂરી છે હોળી

એક ધમાકેદાર ડીજે સેટઅપ લગાવો અને હોળીના બેસ્ટ ગીત વગાડો. અથવા લાઇવ ઢોલ-નગારાથી પણ માહોલને સંગીતમય બનાવી શકો છો. ફિલ્મી અને લોક ગીત હોળી સેલિબ્રેશન માટે બેસ્ટ રહે છે.

4. જમવા માટે સ્વાદિષ્ટ ભોજન

હોળી પર, ખોરાકનો સ્વાદ એ રંગો જેટલો જ મહત્વપૂર્ણ છે. આ મેનુ અજમાવી જુઓ, મીઠાઈઓમાં ગુજિયા, માલપુઆ અને બેસનના લાડુ તો ચાટ કોર્નરમાં દહીં ભલે, પાપડી ચાટ અને આલૂ ટિક્કી બનાવો. તો સાથે જ હોળીના ખાસ પીણાં: ભાંગ વાલી ઠંડાઈ, ઠંડા પીણાં અને મોકટેલની તૈયારીઓ કરી શકાય છે. સેલ્ફ-સર્વિસિંગ કાઉન્ટરમાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો નાસ્તો લઈ શકે.

5. મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓ

રંગોળી સ્પર્ધામાં રંગોથી સુંદર રંગોળી બનાવીને મનોરંજક ઇનામો જીતો, બલૂન પોપ રેસમાં પાણી ભરેલા ફુગ્ગાઓ સાથે ટીમ ગેમ રમો. હોળી સેલ્ફી સ્પર્ધામાં સૌથી સર્જનાત્મક રંગીન સેલ્ફી માટે ઇનામો આપો. બાળકો માટે રમતનું ક્ષેત્ર બનાવો. જ્યાં નાના બાળકો માટે એક અલગ રંગ-મુક્ત જગ્યા બનાવો જ્યાં તેઓ સુરક્ષિત રીતે રમી શકે. ગ્રુપ ડાન્સ અને અંતાક્ષરીમાં મિત્રો અને પરિવાર સાથે સંગીત અને નૃત્યનો આનંદ માણો.

Leave a Reply

Related Post