Holi 2025: આજથી ફાગણની શરૂઆત, હોળી પહેલા શરૂ થશે હોળાષ્ટક

Holi 2025: આજથી ફાગણની શરૂઆત, હોળી પહેલા શરૂ થશે હોળાષ્ટક
Email :

હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને અનિષ્ટ પર ઇષ્ટની જીતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે હોળીનો તહેવાર લોકોના હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે. આ દિવસે, દરેક વ્યક્તિ જૂની ફરિયાદોને બાજુ પર મૂકીને અને એકબીજાને ભેટીને પ્રેમથી આ તહેવારની ઉજવણી કરે છે. હોળીના એક દિવસ પહેલા હોળીકા દહન કરવાની પણ પરંપરા છે.

હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે, ખુશીઓનો તહેવાર છે પરંતુ શું તમે જાણો છો કે આના આઠ દિવસ પહેલા એક એવો સમય આવે છે જ્યારે તમામ શુભ કાર્યો બંધ થઈ જાય છે અને તેને અશુભ માનવામાં આવે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ હોળાષ્ટકની. હોળાષ્ટક એટલે હોળીના આઠ દિવસ પહેલાનો સમય જ્યારે પ્રકૃતિમાં વિચિત્ર પરિવર્તન થાય છે અને પર્યાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

હોળાષ્ટક  શું છે?

હોળાષ્ટક બે શબ્દોથી બનેલું છે - 'હોળી' અને 'અષ્ટક' જેનો અર્થ થાય છે આઠ દિવસનો સમયગાળો. આ ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોલિકા દહન સુધી ચાલે છે. 2025 માં, હોલાષ્ટક 7 માર્ચથી શરૂ થશે અને 13 માર્ચ સુધી ચાલશે.

હોળાષ્ટક ક્યારે આવે છે?

દર વર્ષે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ (હોલિકાદહન) સુધી હોળાષ્ટકના દિવસો ગણાય છે. હોલિકાદહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે. તો જ હુતાશણી સમયે અગ્નિજ્વાળા તથા વાયુ અંગેનાં અવલોકન સાચાં આવી શકે છે. ક્યારેક સુદ ચૌદશ તિથિ સંધ્યા સમય પહેલાં કે બપોરે સમાપ્ત થતી હોય અને સુદ પૂનમ તિથિ પણ બીજા દિવસે સંધ્યા સમય અગાઉ કે બપોરે સમાપ્ત થતી હોય છે. આવા સમયે પૂનમ તિથિનો પૂર્ણ ચંદ્ર સુદ ચૌદશની સાંજે ઊગી જતો હોય છે. આને પર્વની ભાષામાં વ્રતની પૂનમ કહે છે.

ગુજરાતી ભાષામાં અષ્ટક શબ્દ બે અર્થમાં છે.

(1 ) અષ્ટક એટલે આઠ શ્લોકનો સમૂહ. મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટક વગેરે.

(2) અષ્ટક એટલે આઠ દિવસનો સમૂહ. હોળાષ્ટક એટલે હોળી (હુતાશણી) પહેલાંના આઠ દિવસનો સમૂહ.

 હોળાષ્ટક કમુરતાં ગણાય?

 હોળાષ્ટકનો મુખ્ય હેતુ વનસ્પતિના ફલ ફેલાવાનો અભ્યાસ કરીને કૃષિ સંસ્કૃતિને અને વેપાર વાણિજ્યને ઉપયોગી થવાનો છે. અને માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકના સાતઆઠ દિવસો 'સામી હુતાશણી' તેમજ 'હોળીની સામી ઝાળ' જેવા અસરકારક વજનદાર શબ્દોથી ઓળખાય છે.

શા માટે અશુભ માનવામાં આવે છે?

પૌરાણિક કથાઓ અનુસાર, આ આઠ દિવસોમાં હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે તેને સખત ત્રાસ આપ્યો હતો. તેથી આ સમય નકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, હોલાષ્ટક દરમિયાન, આઠ ગ્રહો ગુસ્સાની સ્થિતિમાં હોય છે, જેના કારણે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે. આ ગ્રહોમાં ચંદ્ર, સૂર્ય, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે.

Related Post