Holi 2025: શું મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળી ?

Holi 2025: શું મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળી ?
Email :

રંગોનો તહેવાર એટલે હોળી. હિંદુ ધર્મમાં હોળીનું ઘણુ મહત્વ છે. લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીથી ઉજવણી કરે છે. હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તૈયારીઓ તેજ બની છે. હોળી માત્ર ભારતમાં જ નહી, પણ દુનિયાભરના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત નેપાળ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને મોરિશિયસમાં પણ હોળી રમાય છે.ત્યારે આવો જાણીએ, હોળીનો તહેવાર કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવવામાં આવે છે.

પાકિસ્તાન

પાકિસ્તાનમાં પણ હોળી ઉજવવામાં આવે છે. અહીં રહેતા હિન્દુ સમુદાયના લોકો હોળીની ઉજવણી કરે છે. ભારતમાં જેટલી ધામધૂમથી હોળી ઉજવવામાં આવે છે તેટલી ધામધૂમથી પાકિસ્તાનમાં હોળી ઉજવવામાં આવતી નથી. અહીં હોળી મોટા પાયે રમાતી નથી.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ખૂબ જ ઉત્સાહથી હોળી ઉજવે છે. અહીં તેને ડોલ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે લોકો રંગો અને ગુલાલ લગાવે છે, નાચે છે, ગીતો ગાય છે અને ખુશીઓ વહેંચે છે. હોળીનો આ તહેવાર ત્યાં પરંપરાગત રીતરિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં હોળીને 'પ્રોહ્યો' તરીકે ઓળખવામાં આવે છે અને આ તહેવાર ત્યાં તેની પોતાની અનોખી શૈલીમાં ઉજવવામાં આવે છે. સુંદર દેશ મોરેશિયસમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં હોલિકા દહન પણ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ સાથે મળીને આ તહેવારનો આનંદ માણે છે.

ભારતમાં આ વર્ષે હોલિકા દહન 13 માર્ચે ઉજવવામાં આવશે અને બીજા દિવસે 14 માર્ચે રંગોનો તહેવાર હોળી ઉજવવામાં આવશે.

Leave a Reply

Related Post