Holika dahan 2025: હોલિકા દહનનું શુભ મુહૂર્ત ક્યારે? જાણો પૂજાની પદ્ધતિ-મહત્વ વિશે

Holika dahan 2025: હોલિકા દહનનું શુભ મુહૂર્ત ક્યારે? જાણો પૂજાની પદ્ધતિ-મહત્વ વિશે
Email :

આજે હોળીનો તહેવાર છે. વિષ્ણુના ભક્ત પ્રહલાદની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્ત પ્રહલાદને ફોઇ હોળીકા ખોળામાં લઇને આગમાં બેસી દયા હતા. આ દિવસે લોકો લાકડા, ગાયના છાણનો ઢગલાને સળગાવે છે. દુષ્ટતાને દૂર થાય અને જીવનમાં ભલાઇ લાવવાની પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ હોલિકા દહનના શુભ મુહૂર્ત વિશે.

શુભ મુહૂર્ત

મહત્વનું છે કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવામાં આવતુ નથી. 13 માર્ચે ભદ્ર પૂંછ સાંજે 6.57 વાગ્યે શરૂ થશે. આ રાત્રે 8.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી ભદ્ર મુખનો સમય શરૂ થશે જે રાત્રે 10:22 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં હોલિકા દહનનો શુભ મુહૂર્ત રાત્રે 11.26 ૬ વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત રાત્રે 12.30 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, આ વર્ષે હોલિકા દહન માટે 1 કલાક અને 4 મિનિટનો સમય રહેશે.

હોળિકા દહનનો શુભ મુહૂર્ત

ભદ્રકાલ 13 માર્ચે રાત્રે 10.02 વાગ્યે શરૂ થશે.

ભદ્રકાલ 13 માર્ચે રાત્રે 10.37 વાગ્યે સમાપ્ત થશે.

હોલિકા દહન માટે શુભ મુહૂર્ત: 13 માર્ચે રાત્રે 11.26 વાગ્યા પછી

મધ્યરાત્રિએ ફક્ત 1 કલાક અને 4 મિનિટનો સમય ઉપલબ્ધ રહેશે.

જાહેર સ્થળે લાકડા અને ગાયના છાણાનો ઉપયોગ કરીને હોલિકાનું નિર્માણ કરવામાં આવે છે. હોલિકા પાસે લાકડી કે લાકડાનો ટુકડો મૂકવામાં આવે છે. જે હોલિકાનું પ્રતિક હોય છે. ત્યારબાદ શુભ મુહૂર્તમાં પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસો. હોલિકાને કંકુ અને ચોખાનું તિલક લગાવો. પછી કાચા દોરાથી હોલિકાની આસપાસ ત્રણ કે સાત વાર પ્રદક્ષિણ કરો.

ફૂલોની માળા અર્પણ કરો. હોલિકાને ગોળ, મીઠાઈ, નારિયેળ અર્પણ કરો. લોટામાં પાણી લઇને જળાભિષેક કરો. હોલિકાની ત્રણ કે સાત પરિક્રમા કરો અને તમારી ઇચ્છા વ્યક્ત કરો અને સાચા હૃદયથી પ્રાર્થના કરો. હોલિકા દહન પૂજા પછી, હોલિકામાં અગ્નિ પ્રગટાવો.

હોળિકા દહનનું શું છે મહત્વ ?

હોલિકા દહનનો તહેવાર આસુરી તત્વો પર સચ્ચાઇના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભક્ત પ્રહલાદની ભક્તિને કારણે હોલિકાનો અંત થયો. , જે દર્શાવે છે કે સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનારાઓ હંમેશા જીતે છે. આ તહેવાર સમાજમાં આત્માની શુદ્ધિ, મનની શુદ્ધતા અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપે છે. હોલિકા દહન પહેલા લોકો હોલિકાની પૂજા કરે છે. પછી હોલિકા દહન પછી, લોકો એકબીજા પર રંગો લગાવે છે અને હોળીનો તહેવાર ઉજવે છે.

Related Post