Honeytrap માં ભારતના જાણીતા 48 નેતાઓ ફસાયા, વિધાનસભામાં હડકંપ મચી ગયો:

Honeytrap માં ભારતના જાણીતા 48 નેતાઓ ફસાયા, વિધાનસભામાં હડકંપ મચી ગયો
Email :

હની ટ્રેપને લઈને કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટક વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન, વિજયપુરાના બીજેપી ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યાતનાલે દાવો કર્યો હતો કે સહકાર મંત્રીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે મંત્રી કેએન રાજન્નાએ જવાબ આપતા મોટો ખુલાસો કર્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે સહકાર મંત્રી કેએન રાજન્નાએ ચોંકાવનારો દાવો કર્યો છે. પહેલા તો તેણે હની ટ્રેપના આરોપો સ્વીકાર્યા અને કહ્યું કે ઘણા લોકો કહે છે કે કર્ણાટક સીડી અને પેન ડ્રાઈવની ફેક્ટરી બની ગયું છે. આ એક ગંભીર આરોપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તુમકુરુના બે જાણીતા મંત્રીઓને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. એ બે લોકોમાંથી એક હું પણ છું.

હનીટ્રેપનો મુદ્દો સમગ્રવ દેશમાં ફેલાયેલો છે

આ સાથે મંત્રીએ જણાવ્યું હતું કે સીડી અને પેન ડ્રાઈવ બનાવવા વાળા લોકોએ વિવિધ રાજકીય પક્ષોના 48 લોકોના હની ટ્રેપ કર્યા છે. મંત્રીએ કહ્યું કે જે લોકોની સીડી બનાવવામાં આવી છે તે તમામ લોકો અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે આ મુદ્દો ફક્ત અમારા રાજ્ય સુધી સિમિત્ત નથી, સમગ્ર દેશમાં છે. જેમાં દેશભરના જાણીતા રાજકીય નેતાઓ શામેલ છે. હું અહીંયા મારા પર લાગેલા આરોપોના જવાબ અપીશ નહીં.

સિડી બનાવવા પાછળ કોણ શામેલ છે?

હું ગૃહમંત્રીને લેખિત ફરિયાદ કરીશ. આની તપાસ થવી જોઈએ. તેની પાછળ નિર્માતા અને દિગ્દર્શક કોણ છે તે જાણવું જોઈએ. જનતાને ખબર હોવી જોઈએ. આ એક ભયંકર મુદ્દો છે. આ હવે જાહેર મુદ્દો છે. તેઓએ મારા પર પણ પ્રયાસ કર્યો. મારી પાસે પુરાવા છે. હું ફરિયાદ નોંધાવીશ. આમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ. બીજી તરફ સમાચાર એજન્સી ANIએ મંત્રીને ટાંકીને કહ્યું કે કર્ણાટકના ગૃહમંત્રીએ તપાસનું વચન આપ્યું છે. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ કહ્યું કે તેઓ આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપશે. તેમણે વિધાનસભામાં કહ્યું કે જો આપણે દેશની ગરીમા જાળવવી હોય તો આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવો જોઈએ.

બીજી તરફ, હની ટ્રેપના મુદ્દા પર વાત કરતી વખતે, રાજન્નાના પુત્ર એમએલસી રાજેન્દ્રએ પણ કહ્યું કે છેલ્લા છ મહિનાથી નેતાઓને ફસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેબિનેટ મંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે કે તપાસ થવી જોઈએ. મને લાગે છે કે ગૃહમંત્રી આ અંગે તપાસ કરશે.

Leave a Reply

Related Post