ડૉ. દિનશા પટેલનું સન્માન: મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચરની માનદ પદવી એનાયત

ડૉ. દિનશા પટેલનું સન્માન:મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચરની માનદ પદવી એનાયત
Email :

નડિયાદના બાલકન-જી-બારી કેમ્પસમાં આવેલા દિનશા પટેલ પ્લેનેટેરિયમ હોલમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચરની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતની 25 સંસ્થાઓ સાથે જોડાયેલા દિનશા પટેલના સન્માન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

હતા. આ પ્રસંગે બાલકન-જી-બારીના મંત્રી હરિશકુમાર જાની, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અરવિંદ વ્યાસ અને ટ્રસ્ટી જૈમિનીકુમાર મહેતા વિશેષ રૂપે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નડિયાદ કલામંદિરના પ્રમુખ ઉમેશકુમાર ગાંધી, મંત્રી સતીષ દવે તેમજ ઉત્કર્ષ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ સુમનભાઈ પંચાલ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. લલિતકલા પ્રોગ્રામના ચેરમેન

ધર્મેશભાઈ શાહ અને અમેરિકાથી પધારેલા ઘનશ્યામભાઈ એન. પટેલે પણ દિનશા પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિશકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિપૂલ પટેલ, પાયલ પટેલ, દિપક વાઘેલા અને સુરેશ સોલંકીએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. કાર્યક્રમના અંતે સહમંત્રી કિરણસિંહ ડાભીએ આભારવિધિ કરી હતી.

Related Post