'હાઉસફુલ 5'નું ટીઝર યૂટ્યુબ પરથી હટાવાયું: મોફ્યુઝન સ્ટુડિયોએ કર્યો કોપીરાઈટ ક્લેમ, ફિલ્મ 6 જૂને રિલીઝ થશે

'હાઉસફુલ 5'નું ટીઝર યૂટ્યુબ પરથી હટાવાયું:મોફ્યુઝન સ્ટુડિયોએ કર્યો કોપીરાઈટ ક્લેમ, ફિલ્મ 6 જૂને રિલીઝ થશે
Email :

કોપીરાઈટ સ્ટ્રાઈકના કારણે ફિલ્મ 'હાઉસફુલ 5'નું ટીઝર યૂટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, જેકલીન ફર્નાન્ડીઝ અને રિતેશ દેશમુખ અભિનીત આ ફિલ્મનું ટીઝર 30 એપ્રિલના રોજ રિલીઝ થયું હતું. કોપીરાઈટ સ્ટ્રાઈક મોફ્યુઝન સ્ટુડિયો દ્વારા કરવામાં આવી છે. યૂટ્યુબ પર ફિલ્મના ટીઝર પર ક્લિક કરવા પર, મોફ્યુઝન સ્ટુડિયોના કોપીરાઈટ ક્લેમનો મેસેજ બતાવવામાં આવી રહ્યો છે. મોફ્યુઝન

સ્ટુડિયોના કોપીરાઈટ દાવાનો આધાર શું છે તે હજુ સ્પષ્ટ નથી. ફિલ્મનું ટીઝર 30 એપ્રિલના રોજ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની યૂટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, ફિલ્મનું ટીઝર અક્ષય કુમાર, જેકલીન, રિતેશ દેશમુખના ઇન્સ્ટાગ્રામ પર હજુ દેખાઈ રહ્યું છે. ટીઝરમાં 'હાઉસફુલ 5' ની શાનદાર સ્ટાર કાસ્ટ દર્શાવવામાં આવી હતી, જેમાં હની સિંહ

અને સિમર કૌર દ્વારા ગાયેલું ગીત 'લાલ પરી' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. આ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 6 જૂને રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. મોફ્યુઝન એક ભારતીય રેકોર્ડ લેબલ છે, જે દિલજીત દોસાંઝ અને જાસ્મીન સેન્ડલાસ જેવા કલાકારોના ગીતો બનાવવા માટે જાણીતું છે. 18 કલાકાર અને એક મર્ડર મિસ્ટ્રીની

કહાની ટીઝરમાં અક્ષય કુમાર પછી રિતેશ દેશમુખની એન્ટ્રી થાય છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ છે. બંનેના દેખાવમાં પહેલાં જેવા જ લાગી રહ્યા છે. ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ, સોનમ બાજવા, નરગિસ ફખરી ગ્લેમર ઉમેરશે. ફિલ્મમાં ચંકી પાંડે, જોની લિવર, રણજિત, જેકી શ્રોફ અને સંજય દત્ત ફિલ્મને કોમેડી બનાવશે. ટીઝરમાં સૌથી વધુ લાઇમલાઇટ નાના પાટેકરે લૂંટી છે, કપાળ પર ચંદન અને

બાબા જેવા લુકમાં તેની એન્ટ્રી એકદમ સરપ્રાઇઝ કરી દેશે. આ સિવાય ફિલ્મમાં ફરદીન ખાન, શ્રેયસ તલપડે, ચિત્રાંગદા સિંહ, ડીનો મોરિયા, સૌંદર્યા શર્માની એન્ટ્રી થઈ છે. 'હાઉસફુલ'ના 15 વર્ષ બાદ 'હાઉસફુલ 5' આવશે અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'હાઉસફુલ 5'નું ટીઝર શેર કર્યું છે. પોસ્ટ શેર કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું, 'આજથી 15 વર્ષ પહેલાં પાગલપન શરૂ થયું હતું. ભારતની સૌથી મોટી

ફ્રેન્ચાઇઝી પાંચમા ભાગ સાથે પાછી આવી છે. આ વખતે એ ફક્ત કોમેડી નથી... પણ એક કિલર કોમેડી છે. હાઉસફુલ અક્ષયની સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે પહેલા અને બીજા ભાગનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજા ભાગનું નિર્દેશન સાજિદ-ફરહાદે સાથે કર્યું હતું. જ્યારે ચોથો ભાગ ફરહાદ સામજીએ જ ડિરેક્ટ કર્યો હતો. જ્યારે 'હાઉસફુલ 5' તરુણ મનસુખા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

Leave a Reply

Related Post