દંપતી વચ્ચે ઝઘડાનો મામલો: પતિએ પત્નીના વકીલ સામે સમાધાન પેટે પૈસા માગ્યાની ફરિયાદ કરતા હાઈકોર્ટે વકીલના આગોતરા જામીન મંજૂર કર્યા

દંપતી વચ્ચે ઝઘડાનો મામલો:પતિએ પત્નીના વકીલ સામે સમાધાન પેટે પૈસા માગ્યાની ફરિયાદ કરતા હાઈકોર્ટે વકીલના આગોતરા જામીન મંજૂર કર્યા
Email :

વર્ષ 2024 માં નવરંગપુરા પોલીસ મથકે એક પતિએ પોતાની પત્ની અને પત્નીના વકીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદી પોતે 24 વર્ષનો છે અને તેને કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તેની પત્ની તેની સાથે 06 મહિના રોકાયા બાદ તેના મામાને ત્યાં રહેવા જતી રહી હતી. ત્યારબાદ પત્નીએ નિકોલ પોલીસ મથકે પતિ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની મુદતે તેઓ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઉપસ્થિત થયા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે પત્ની અને તેના વકીલે આ કેસમાં સમાધાન માટે

25 લાખ રૂપિયાની માંગ કરી હતી, નહીંતર પતિને જુઠ્ઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી પતિએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પતિની ફરિયાદ સંદર્ભે પત્નીના વકીલે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ વકીલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામા આવી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ઉપરોક્ત અરજીમાં અરજદાર વકીલ તરફે રજૂઆત કરાઈ હતી કે તે 30 વર્ષથી વકીલાતના ધંધામાં છે. તે ફક્ત પતિ પત્ની વચ્ચેના મધ્યસ્થી તરીકે કામ કરતો

હતો. તે તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી કે અરજદાર પાસેથી કોઈ રોકડ રકમ મળી આવી નથી. સામા પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે વકીલે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને જો તે ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. જો તેને છોડવામાં આવે તો તે ફરી આવો ગુનો કરી શકે તેમ છે. વળી વોઈસ સ્પેકટોગ્રાફીનો રિપોર્ટ આવવાનો બાકી છે. ફરિયાદીએ વોટ્સએપ ચેક પણ કોર્ટ સમક્ષ મૂકી હતી. જો કે કોર્ટે ફરિયાદીને શરતી જમીન આપ્યા હતા.

Related Post