'ભૂલ સ્વીકારું છું, હવે ક્યારેય આવું નહીં થાય': સમય રૈનાએ માફી માગી, કહ્યું- 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના વિવાદે માનસિક હાલત બગાડી નાખી છે

'ભૂલ સ્વીકારું છું, હવે ક્યારેય આવું નહીં થાય':સમય રૈનાએ માફી માગી, કહ્યું- 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના વિવાદે માનસિક હાલત બગાડી નાખી છે
Email :

સ્ટેન્ડ અપ કોમેડિયન અને યુટ્યૂબર સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો સાથે સંબંધિત મુદ્દા માટે માફી માગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને આપેલા નિવેદનમાં પોતાની ભૂલ સ્વીકારી છે. સમયે કહ્યું- શો દરમિયાન જે કંઈ થયું તેના માટે હું માફી માગુ છું. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તે વધારે સાવચેતી રાખીશ. 8 ફેબ્રુઆરીએ સમય રૈનાએ તેની યુટ્યૂબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો હતો. જેમાં યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા

અને સ્ત્રીઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી. 'હું ભૂલ સ્વીકારું છું...' સમય રૈનાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'મેં જે કહ્યું તેનો મને ખૂબ જ અફસોસ છે. તે વાત શોના ફ્લોમાં નીકળી હતી અને મારો આવું કહેવાનો કોઈ ઇરાદો નહોતો. પોતાની ભૂલ સ્વીકારતા, કોમેડિયને આગળ કહ્યું- મને ખ્યાલ છે કે હું જે બોલ્યો તે ખોટું હતું. સમય રૈનાએ અધિકારીઓને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તેઓ વધુ સતર્ક રહેશે. તેણે એ પણ ખુલાસો કર્યો

કે આ વિવાદની તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી હતી અને વિવાદના કારણે કેનેડા પ્રવાસ પણ સારો રહ્યો નહીં. એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિદેશથી પરત ફર્યા બાદ, સમય તપાસ એજન્સી સમક્ષ હાજર થયો અને પાંચ કલાકથી વધુ સમય સુધી તેનું નિવેદન નોંધ્યું. આ કેસમાં સમયને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પરનો વિવાદ ચાલુ જ છે. સમયે 8

ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યુબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. જેમાં યુટ્યુબર રણવીર અલ્લહાબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર વાતો કહી હતી. ન્યુ ગુજરાત તે બાબતોનો ઉલ્લેખ કરી શકતું નથી. શોના તમામ ગેસ્ટ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો એપિસોડ બહાર આવતાંની સાથે જ શો અને તેની સાથે સંકળાયેલા લોકોની ભારે ટીકા થવા લાગી. રણવીર વિરુદ્ધ મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ FIR નોંધાઈ હતી. સમય ઉપરાંત, શોના 30 એવા ગેસ્ટ સામે પણ કેસ

દાખલ કરવામાં આવ્યો હતો જેમણે પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લીધો હતો. વિવાદ વધતાં સ્પષ્ટતા આપવામાં આવી, બધા એપિસોડ ડિલીટ કરવામાં આવ્યા વિવાદ વધ્યા અને ફરિયાદ દાખલ થયા પછી, સમય રૈનાએ સોશિયલ મીડિયા પર લખ્યું- જે કંઈ થઈ રહ્યું છે તે હું સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયા'ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી

તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. આભાર.. આ શોને દરેક એપિસોડ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા સમય રૈનાના આ શોના દરેક એપિસોડને યુટ્યૂબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળતા હતા. સમય અને બલરાજ ઘાઈ સિવાય આ શોના દરેક એપિસોડમાં જજીસ બદલાતા રહેતા. દરેક એપિસોડમાં,એક નવા કન્ટેસ્ટન્ટને પરફોર્મ કરવાની તક મળતી. કન્ટેસ્ટન્ટને તેમની પ્રતિભા દેખાડવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવતો હતો. હવે આ શોના બધા વીડિયો દૂર કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post