'હું શાહરુખ ખાન કરતાં વધુ વ્યસ્ત છું': ઈન્ડસ્ટ્રી છોડવાના સમાચાર પર અનુરાગ કશ્યપે કહ્યું- ફક્ત શહેર છોડ્યું છે, ફિલ્મ નિર્માણ નહી

'હું શાહરુખ ખાન કરતાં વધુ વ્યસ્ત છું':ઈન્ડસ્ટ્રી છોડવાના સમાચાર પર અનુરાગ કશ્યપે કહ્યું- ફક્ત શહેર છોડ્યું છે, ફિલ્મ નિર્માણ નહી
Email :

મુંબઈ છોડીને ફિલ્મ નિર્માણથી દૂર રહેવાની અટકળો વચ્ચે, દિગ્દર્શક અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાનું મૌન તોડ્યું છે. X પર પોસ્ટ કરતા, તેમણે સ્પષ્ટતા કરી કે તેમણે ફક્ત શહેર બદલ્યું છે, વ્યવસાય નહીં. અનુરાગે લખ્યું- ' મેં શહેર બદલ્યું છે , મેં ફિલ્મ નિર્માણ છોડ્યું નથી. જે લોકો એવું વિચારી રહ્યા છે કે

હું હતાશામાં ગાયબ થઈ ગયો છું , તેમને જાણવું જોઈએ કે હું અહીં છું અને હું એટલો વ્યસ્ત છું કે હું શાહરુખ ખાન કરતાં વધુ કામ કરી રહ્યો છું (મારે કરવું પડે છે , કારણ કે હું તેના જેટલાં પૈસા કમાતો નથી). મારી પાસે 2028 સુધીની તારીખો ફુલ છે . કશ્યપે આગળ લખ્યું,

' આ વર્ષે મારી પાંચ ડિરેક્ટોરિયલ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. કદાચ અત્યારે ત્રણ અને આવતા વર્ષની શરૂઆતમાં બે. મારો IMDB (ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ )સૌથી લાંબો છે અને હું એટલો બધો વર્કલોડનો સામનો કરી રહ્યો છું કે મારે દરરોજ ત્રણ ઑફર્સ માટે ના કહેવું પડે છે. પોસ્ટના અંતે, તેણે એવા ટ્રોલ્સને પણ

જવાબ આપ્યો, જેમની ભાષા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં, તાજેતરમાં અનુરાગે કેટલાક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડ પ્રત્યે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. 'ધ હિન્દુ' સાથે વાત કરતાં તેણે કહ્યું , ' આ ઉદ્યોગ હવે ખૂબ જ ટોક્સિક બની ગયો છે. દરેક વ્યક્તિ ફક્ત 500 કે 800 કરોડ રૂપિયાની ક્લબ પાછળ દોડી

રહ્યો છે. ક્રિયેટિવિટી અદૃશ્ય થઈ ગઈ છે. અહીં લોકો તમને ઉપર ઉઠાવવાને બદલે નીચે ખેંચે છે. , ધ હોલિવૂડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા બીજા એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું, ' અહીં ફિલ્મો બનાવવાની મજા નથી રહી. બધું વેચાણ વ્યૂહરચનાથી શરૂ થાય છે. હું મુંબઈ છોડીને દક્ષિણ જવા માગું છું , જ્યાં હું કંઈક નવું શીખી

શકું. નહીંતર, હું અંદરથી મરી જઈશ' ડિરેક્શન ઉપરાંત, અનુરાગ એક એક્ટર તરીકે પણ સક્રિય છે. તાજેતરમાં, તેણે તેમની પહેલી હિન્દી-તેલુગુ દ્વિભાષી ફિલ્મ 'ડાકોઇટ' ની અપડેટ શેર કરી છે , જેમાં તે અભિનય કરી રહ્યા છે. દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ ' કેનેડી ' હતી , જેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં સારી પ્રશંસા મળી હતી.

Leave a Reply

Related Post