આણંદમાં દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક: સાંસદ મિતેષ પટેલે વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સૂચનો આપ્યા

આણંદમાં દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક:સાંસદ મિતેષ પટેલે વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સૂચનો આપ્યા
Email :

આણંદ જિલ્લામાં સર્કીટ હાઉસ ખાતે દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા આણંદના સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેષ પટેલે કરી હતી. બેઠકમાં તાલુકાના જનપ્રતિનિધિઓએ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ મુદ્દાઓમાં રસ્તાઓની સ્થિતિ, આંગણવાડી અને પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ, જળ વ્યવસ્થાપન અને આરોગ્યલક્ષી સુવિધાઓનો સમાવેશ

થાય છે. સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે વિધવા સહાય યોજનાની રકમ સમયસર ચૂકવવા સૂચના આપી હતી. વય વંદના યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના લોકોના કાર્ડની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ તમામ લાભાર્થીઓને આવરી લેવા

પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદે જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિવિધ ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Related Post