ચેક રિટર્ન કેસમાં માંગરોળ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: નગર સેવા સદનનાં કર્મચારીઓને 6 માસની જેલ અને દંડ, 30 દિવસમાં ચેકની રકમ ભરવા આદેશ

ચેક રિટર્ન કેસમાં માંગરોળ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:નગર સેવા સદનનાં કર્મચારીઓને 6 માસની જેલ અને દંડ, 30 દિવસમાં ચેકની રકમ ભરવા આદેશ
Email :

માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિમિટેડના સાત સભ્યોને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા છે. આ તમામ સભ્યો માંગરોળ નગર સેવા સદનના કર્મચારીઓ છે. દોષિત કર્મચારીઓમાં જશુબેન શાંતિલાલ બોરેચા, અમૃત છગન જેઠવા, મોહન નરશી ટીમાણીયા, પ્રવિણાબેન રમેશ ઝાલા, દક્ષાબેન બાબુ ઢાકેચા, મીનાક્ષીબેન ભીમજી ઢાકેચા અને સવિતાબેન દિપક બોરેચાનો સમાવેશ થાય છે. આ

તમામે મંડળી પાસેથી લોન લીધી હતી. લોનના હપ્તા સમયસર ન ભરતાં, તેમણે આપેલા ચેક અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયા હતા. મંડળીના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયાએ કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસ છતાં રકમ ન ચૂકવતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે તમામ આરોપીઓને 6 માસની જેલની સજા ફટકારી છે. સાથે

દરેકને રૂ. 2000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની સજા થશે. કોર્ટે 30 દિવસમાં ચેકની સંપૂર્ણ રકમ ભરપાઈ કરવાનો પણ આદેશ આપ્યો છે. કેસ દરમિયાન આરોપી પક્ષના વકીલ ગેરહાજર રહ્યા હતા, જ્યારે ફરિયાદી પક્ષના વકીલ જે.એન. રાચ્છ હાજર રહ્યા હતા. આ ચુકાદાથી અનેક ચેક રિટર્ન કેસનો ઝડપી નિકાલ થયો છે.

Leave a Reply

Related Post