રોહિતના બુલેટ શોટથી અમ્પાયર પડી ગયા: બોલ સ્ટમ્પને અડ્યો, પણ બેઇલ્સ ન પડતા લોકો જોતા રહી ગયા; કોહલીએ ભાંગડા કર્યા; મોમેન્ટ્સ

રોહિતના બુલેટ શોટથી અમ્પાયર પડી ગયા:બોલ સ્ટમ્પને અડ્યો, પણ બેઇલ્સ ન પડતા લોકો જોતા રહી ગયા; કોહલીએ ભાંગડા કર્યા; મોમેન્ટ્સ
Email :

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દુબઈ સ્ટેડિયમમાં કેપ્ટન સ્ટીવ સ્મિથના 73 રનની મદદથી કાંગારુઓએ 264 રન બનાવ્યા. મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. મંગળવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. કોનોલી કૂપર આઉટ થયો ત્યારે કોહલીએ ભાંગડા કર્યા હતા. શ્રેયસ અય્યરના ડાયરેક્ટ હિટથી એલેક્સ કેરી રનઆઉટ થયો. શમીએ પહેલી ઓવરમાં હેડનો કેચ છોડી દીધો. બોલ સ્ટમ્પ પર અથડાયો, પણ બેઇલ્સ ન પડતાં સ્ટીવ સ્મિથ બોલ્ડ થતાં બચી ગયો. IND vs AUS મેચની મુખ્ય મોમેન્ટ્સ વાંચો... 1. શમીએ પહેલી

ઓવરમાં હેડનો કેચ ડ્રોપ કર્યો મોહમ્મદ શમીએ ઇનિંગની પહેલી જ ઓવરમાં ટ્રેવિસ હેડનો કેચ છોડી દીધો. તેણે ઓવરનો બીજો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો. હેડ તેને ડિફેન્ડ કરવા માગતો હતો, પરંતુ એડ્જ વાગતાં બોલ શમી પાસે ગયો. શમીએ પ્રયાસ કર્યો, પણ બોલ તેના હાથમાંથી સરકી ગયો. 2. રાહુલનો ડાઇવિંગ કેચ મોહમ્મદ શમીએ ઇનિંગની ત્રીજી ઓવરમાં ભારતને પહેલી સફળતા અપાવી. તેણે ઓવરના છેલ્લા બોલ પર કૂપર કોનોલીને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો. ઑફ સ્ટમ્પની બહારનો બોલ એડ્જ વાગીને વિકેટકીપર રાહુલના હાથમાં

ગયો, જ્યાં તેણે કેચ કરી લીધો. ૩. કૂપર આઉટ થયા પછી કોહલીનો ડાન્સ કૂપર કોનોલી આઉટ થયા પછી વિરાટ કોહલીએ ડાન્સ કર્યો હતો. તે મેદાનમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો. કૂપર ઝીરો પર આઉટ થયો હતો. 4. જાડેજાના થ્રો સામે હેડ રનઆઉટ થતાં બચ્યો ચોથી ઓવરમાં ટ્રેવિસ હેડને બીજીવાર લાઇફ લાઇન મળી. હાર્દિક પંડ્યાની ઓવરના પાંચમા બોલ પર હેડે ડ્રાઇવ શોટ રમ્યો અને રન માટે દોડ્યો. બોલ પોઈન્ટ પર ઊભેલા રવીન્દ્ર જાડેજા પાસે ગયો. તેણે ફેંક્યો, પણ બોલ સ્ટમ્પની પેલે પારથી

ગયો. ત્યારે હેડ હજુ ક્રીઝની અંદર પહોંચ્યો નહોતો અને એ સમયે હેડ 12 રન પર રમતમાં હતો. 5. વરુણે પહેલા જ બોલે વિકેટ લીધી, હેડ આઉટ થયો ઓસ્ટ્રેલિયાએ નવમી ઓવરમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. અહીં ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો હતો. તે વરુણ ચક્રવર્તીના બોલ પર શુભમન ગિલના હાથે કેચઆઉટ થયો. વરુણ પહેલી ઓવર ફેંકી રહ્યો હતો. 6. સ્મિથ નસીબથી બચ્યો, બોલ સ્ટમ્પને અડ્યો, પણ બેઇલ્સ પડી જ નહીં 14મી ઓવરમાં સ્ટીવ સ્મિથને લાઇફ લાઇન મળી મળી. અક્ષર

પટેલનો બોલ બેટ પછી સ્ટમ્પ પર વાગ્યો, પણ બેઇલ્સ પડી નહીં. આવી સ્થિતિમાં સ્મિથ આઉટ થવાથી માંડ માંડ બચી ગયો. 7. સ્મિથને બીજીવાર લાઇફ લાઇન મળી, શમીએ ફોલો થ્રૂમાં કેચ છોડ્યો 22મી ઓવરમાં કેપ્ટન સ્ટીવ સ્મિથને બીજીવાર લાઇફ લાઇન મળી હતી. અહીં શમીએ પોતાની જ બોલિંગ પર સ્મિથનો કેચ છોડી દીધો. શમીએ ઓવરનો ચોથો બોલ ફેંક્યો અને સ્મિથે શોટ રમ્યો. બોલ શમીના ડાબા હાથે વાગ્યો અને કેચ ડ્રોપ થયો. 8. સ્મિથ ફૂલટૉસ બોલ પર બોલ્ડ થયો 37મી ઓવરમાં મોહમ્મદ શમીએ સ્ટીવ

સ્મિથને ફુલટૉસ પર બોલ્ડ કર્યો. સ્ટીવ સ્મિથ બે વખત લાઇફ લાઇન મળ્યા બાદ આઉટ થયો હતો. શમીએ ઓવરનો ચોથો બોલ યોર્કર લેન્થનો ફેંક્યો. અહીં સ્મિથ મોટો શોટ રમવા માટે આગળ આવ્યો અને બોલ્ડ થઈ ગયો. 9. અય્યરના ડાયરેક્ટ હિટથી એલેક્સ કેરી પેવેલિયન ભેગો થયો 48મી ઓવરના પહેલા બોલ પર એલેક્સ કેરી રન આઉટ થયો હતો. કેરીએ હાર્દિક પંડ્યાની ઓવરનો પહેલો બોલ ફાઈન લેગ તરફ રમ્યો. અહીં ફિલ્ડર શ્રેયસ અય્યરે સ્ટમ્પ પર સીધો થ્રો માર્યો અને કેરી બીજો રન લેતી વખતે

રનઆઉટ થયો. 10. રોહિતને 2 ઓવરમાં બે જીવનદાન મળ્યું ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને જીવનદાન મળ્યું. નાથન એલિસની ઓવરના ત્રીજા બોલ પર રોહિતે પોઈન્ટ પર શોટ રમ્યો. અહીં ફિલ્ડર કૂપર કોનોલીએ આગળ ડાઇવ કરી પણ બોલ પકડી શક્યો નહીં. આ સમયે રોહિત 13 રન પર હતો અને બીજા બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો હતો. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર રોહિતનો મિડ-ઓફ પર માર્નસ લાબુશેને કેચ છોડ્યો. અહીં બેન દ્વારશીસે સામે ફુલ લેન્થ બોલ ફેંક્યો. રોહિત મિડ-ઓફ પર મોટો શોટ

રમે છે. મિડ-ઓફ પર ઉભેલા લાબુશેને પાછળની તરફ ડાઇવ કરી પણ કેચ પકડી શક્યો નહીં. 11. રોહિતના શોટથી અમ્પાયર પડી ગયા ભારતીય ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં, રોહિત શર્માના શોટને કારણે અમ્પાયર નીચે પડી ગયા. નાથન એલિસની ઓવરના છેલ્લા બોલ પર રોહિતે સ્ટ્રેટ ડ્રાઇવ શોટ રમ્યો. વિકેટ પાછળ ઉભેલા અમ્પાયર ક્રિસ ગેફની પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જમીન પર પડી ગયા. 12. મેક્સવેલે કોહલીનો કેચ છોડ્યો 26મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલીને જીવનદાન મળ્યું. કૂપર કોનોલીના બોલ પર વિરાટે આગળ ડ્રાઇવ શોટ રમ્યો.

બોલરની બાજુમાં ઉભેલા મેક્સવેલે એક હાથે કૂદીને બોલ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો. 13. હાર્દિકે 106 મીટર છગ્ગો ફટકાર્યો હાર્દિક પંડ્યાએ તનવીર સંઘાને 106 મીટરનો છગ્ગો ફટકાર્યો. 45મી ઓવરનો છેલ્લો બોલ સંઘાએ ઓવરપિચ ફેંક્યો હતો, પંડ્યાએ સામે એક મોટો શોટ રમ્યો અને લોંગ ઓફ પર 106 મીટરનો છગ્ગો ફટકાર્યો. 14. કેએલ રાહુલે વિનિંગ છગ્ગો ફટકાર્યો કેએલ રાહુલે ગ્લેન મેક્સવેલના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. 49મી ઓવરના પહેલા બોલ પર તેણે લોંગ ઓફ પર સિક્સર ફટકારી.

Related Post