Harshit Ranaએ નાગપુરમાં રચ્યો ઈતિહાસ, 50 વર્ષમાં પહેલી વાર બન્યો આ રેકોર્ડ:

Harshit Ranaએ નાગપુરમાં રચ્યો ઈતિહાસ, 50 વર્ષમાં પહેલી વાર બન્યો આ રેકોર્ડ
Email :

T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં ધૂમ મચાવ્યા બાદ હર્ષિત રાણાએ ODIમાં પણ એવો જ કમાલ કર્યો છે, જે આજ સુધી કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. હર્ષિતે નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પહેલી ODI મેચમાં ઈતિહાસ રચ્યો છે.

હર્ષિત ત્રણેય ફોર્મેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. હર્ષિતે એક જ ઓવરમાં ઈંગ્લેન્ડના બે આક્રમક બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેને લિયામ લિવિંગસ્ટોનને પણ આઉટ કર્યો.

ભારતીય ટીમ 1974 થી ODI ક્રિકેટ રમી રહી છે અને 50 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી હર્ષિત રાણા જેવો ચમત્કાર કરી શક્યો નથી. હર્ષિત રાણાએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં 4 વિકેટ લીધી હતી. તેને પોતાના T20 ડેબ્યૂમાં 3 વિકેટ લીધી હતી અને હવે તેણે પોતાના ODI ડેબ્યૂમાં પણ 3 વિકેટ લીધી છે.

હર્ષિત રાણાએ રચ્યો ઈતિહાસ

હર્ષિત રાણા તેની ડેબ્યૂ મેચમાં બોલથી ધૂમ મચાવી રહ્યો છે. હર્ષિતે એક જ ઓવરમાં બેન ડકેટ અને હેરી બ્રુકને પેવેલિયન મોકલી દીધા. આ પછી હર્ષિતે લિયામ લિવિંગસ્ટોનને પણ આઉટ કર્યો. હર્ષિત ત્રણેય ફોર્મેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો પહેલો બોલર બન્યો છે. હર્ષિતે ઈંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરતી વખતે 33 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં, હર્ષિતે 48 રન આપીને ત્રણ વિકેટ લીધી..

એક ઓવરમાં 2 વિકેટ

નાગપુરમાં હર્ષિત રાણાનું ડેબ્યૂ યાદગાર રહ્યું. આ ફાસ્ટ બોલરે પોતાની જ ઓવરમાં ઈંગ્લેન્ડના બે ખતરનાક બેટ્સમેનોને આઉટ કર્યા. ઈનિંગની 10મી ઓવરમાં હર્ષિતે પહેલા બેન ડકેટને પોતાની જાળમાં ફસાવ્યો અને તેની ઈનિંગનો અંત 32 રનમાં કર્યો. ડકેટને પેવેલિયન મોકલ્યાના માત્ર બે બોલ પછી, હર્ષિતે હેરી બ્રુકને આઉટ કર્યો.

શરૂઆતમાં જ હર્ષિતને ફિલ સોલ્ટે હરાવ્યો હતો. સોલ્ટે હર્ષિતની એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા. આ ઓવરમાં ઈંગ્લિશ ઓપનરે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. આ મેચમાં હર્ષિત સિવાય યશસ્વી જયસ્વાલ પણ ભારતીય ટીમ તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

Related Post