Sarvam AI: આ સ્ટાર્ટઅપ બનાવશે ભારતનું AI મોડેલ, મળશે અદ્ભુત સુવિધાઓ

Sarvam AI: આ સ્ટાર્ટઅપ બનાવશે ભારતનું AI મોડેલ, મળશે અદ્ભુત સુવિધાઓ
Email :

ભારત સરકારે થોડા સમય પહેલા ભારતનું પોતાનું AI મોડેલ બનાવવા માટેની દરખાસ્તો India AI પોર્ટલ અંતર્ગત મંગાવવામાં આવેલ હતી. આશરે 67 જેટલી કંપનીએ અરજી કરી હતી જેમાંથી જેમાંથી ભારત સરકારે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ Sarvam AIને દેશનું પ્રથમ સ્વદેશી લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) વિકસાવવા માટે પસંદ કર્યું છે.

આ પહેલ ₹10,370 કરોડના IndiaAI મિશન હેઠળ છે, જેનો હેતુ ભારતને AI ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે.

Sarvam AI ત્રણ મોડેલ વિકસાવે છે:

Sarvam-Large: ઉન્નત તર્ક અને જનરેશન માટે

Sarvam-Small: રીયલ-ટાઈમ ઈન્ટરએક્ટિવ એપ્લિકેશન્સ માટે

Sarvam-Edge: ઓન-ડિવાઈસ ટાસ્ક માટે

આ મોડેલ્સ ભારતીય ભાષાઓમાં નિષ્ણાત હશે અને વોઈસ ઈન્ટરફેસ સાથે સજ્જ રહેશે, જેથી સરકારી સેવાઓ, ઉદ્યોગો અને નાગરિકો માટે ઉપયોગી બની શકે. સરકાર તરફથી Sarvam AIને 6 મહિનાની અવધિ માટે 4,096 NVIDIA H100 GPUs ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે મોડેલના વિકાસમાં મદદરૂપ થશે.

Sarvam AIની સ્થાપના 2023માં ડો. વિવેક રાઘવન અને ડો. પ્રત્યુષ કુમારે કરી હતી, જેમણે અગાઉ Infosysના સહ-સ્થાપક નંદન નિલેકણીના AI4Bharat સાથે કામ કર્યું છે.

4,000 GPUનો મળશે પાવર

AI સ્ટાર્ટઅપ સર્વમે જાહેરાત કરી છે કે તેનું આગામી AI મોડેલ તર્કસંગત હશે, વોઇસ ઈન્ટરફેસ માટે ડિઝાઈન કરવામાં આવશે અને ભારતીય ભાષાઓ સાથે સુસંગત હશે. આ મોડેલ બનાવવા માટે, કંપનીને આગામી છ મહિના માટે 4,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) ની એક્સેસ આપવામાં આવશે. ભારતમાં સ્થાપવામાં આવનાર AI ડેટા સેન્ટરો માટે સરકાર દ્વારા પસંદ કરાયેલી પસંદગીની કંપનીઓમાંથી સર્વમને આ GPU પૂરા પાડવામાં આવશે.

સર્વમ એઆઈને સરકાર તરફથી 200 કરોડ રૂપિયાની મળી સહાય

ભારત સરકારે સર્વમ એઆઈને લગભગ 200 કરોડ રૂપિયાના GPU પૂરા પાડવાનો નિર્ણય લીધો છે. આ સહાયનો ઉદ્દેશ્ય કંપનીને તેના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સહાય કરવાનો છે. આનાથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડેલ્સને તાલીમ આપવા માટે જરૂરી ડેટા ભારતમાં જ એકત્રિત કરવામાં સક્ષમ બનશે, જે દેશના AI ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તરફ નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

Leave a Reply

Related Post