ભારત અર્થતંત્રમાં જાપાનથી આગળ, પણ આવકમાં 12 ગણું પાછળ: માથાદીઠ આવકમાં ઘણા પાછળ, જનતાની આવક વધે તો મહત્વનું; લોકોને મૂળભૂત જરૂરિયાતો માટે પણ ઝઝુમવું પડી રહ્યું છે ને અર્થતંત્ર મોટું!

ભારત અર્થતંત્રમાં જાપાનથી આગળ, પણ આવકમાં 12 ગણું પાછળ:માથાદીઠ આવકમાં ઘણા પાછળ, જનતાની આવક વધે તો મહત્વનું; લોકોને મૂળભૂત જરૂરિયાતો માટે પણ ઝઝુમવું પડી રહ્યું છે ને અર્થતંત્ર મોટું!
Email :

ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, પણ માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણે હજુ પણ ઘણા પાછળ છીએ. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક સવાલ થાય છે કે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું આપણા દેશ અને સામાન્ય લોકો માટે સારું છે કે માથાદીઠ આવક વધુ હોવી એ સારું છે. આ સમજવા માટે, બંનેની અસરોની સરખામણી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે બંને અલગ અલગ આર્થિક સૂચકાંકો

છે. આની સામાન્ય લોકો પર અલગ અલગ અસરો થાય છે. અહીં 5 પ્રશ્નોમાં, GDP અને માથાદીઠ આવકમાંથી સામાન્ય માણસ માટે શું સારું તે જાણો: પ્રશ્ન 1. ભારતનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો શું અર્થ થાય છે? જવાબ: મોટી અર્થવ્યવસ્થા બનવાનો અર્થ એ છે કે ભારત વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આનાથી ભારતને વિદેશી રોકાણ આકર્ષવાની ક્ષમતા મળે છે. ફાયદા: મર્યાદાઓ: પ્રશ્ન 2. માથાદીઠ આવકનો અર્થ શું

છે? ફાયદા: મર્યાદાઓ: પ્રશ્ન 3: માથાદીઠ આવકમાં ભારત જાપાનથી કેમ પાછળ છે? જવાબ: મુખ્ય કારણ છે: પ્રશ્ન 4: ચીનમાં પણ વસ્તી વધુ છે, તો પછી તેની માથાદીઠ આવક કેમ વધારે છે? પ્રશ્ન 5. સામાન્ય લોકો માટે શું વધુ મહત્વનું છે, GDP કે માથાદીઠ આવક? જવાબ: સામાન્ય લોકો માટે માથાદીઠ આવક વધારે હોવી વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેમના જીવનધોરણ અને ખરીદ શક્તિને સીધી અસર કરે છે. જાપાન

જેવા દેશમાં, માથાદીઠ આવક વધારે હોવાને કારણે, સામાન્ય લોકો વધુ સારું આરોગ્ય, શિક્ષણ અને જીવનશૈલીનો આનંદ માણે છે, જ્યારે ભારતમાં, ઓછી માથાદીઠ આવકને કારણે, મોટાભાગની વસ્તીને મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. જો કે, મોટી અર્થવ્યવસ્થા હોવી એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે સરકારને સંસાધનો પૂરા પાડે છે, જે લાંબા ગાળે માળખાગત સુવિધાઓ, રોજગાર અને સામાજિક કલ્યાણ યોજનાઓમાં સુધારો કરી શકે છે. પરંતુ તેના લાભ સામાન્ય

લોકો સુધી ત્યારે જ પહોંચે છે જ્યારે સરકાર સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. ભારતમાં આવકની અસમાનતા અને ઓછી માથાદીઠ આવકને કારણે, GDP ગ્રોથના લાભો સામાન્ય લોકો સુધી સંપૂર્ણપણે પહોંચી રહ્યા નથી. આ સમાચાર પણ વાંચો... જાપાનને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત:2028 સુધીમાં ત્રીજા સ્થાને હશે; હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની ઈન્ડિયાથી આગળ ભારત સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું

છે. નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમે 24 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ભારતે તેની ઈકોનોમિક પોલિસીને કારણે આ સિદ્ધિ મેળવી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના ડેટાને ટાંકીને સુબ્રમણ્યમે કહ્યું, "આપણે ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આપણે 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છીએ. આજે જાપાન કરતા ભારતની અર્થવ્યવસ્થા મોટી છે. હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે." સંપુર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post