પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયાનું ભારતીય સિનેમામાં ડેબ્યૂનું સપનું તૂટ્યું: પહેલગામ હુમલા બાદ પ્રતિબંધ લાદવામાં આવ્યો, વિવાદો વચ્ચે બાદશાહનું ગીત પ્રોમોટ કર્યું

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયાનું ભારતીય સિનેમામાં ડેબ્યૂનું સપનું તૂટ્યું:પહેલગામ હુમલા બાદ પ્રતિબંધ લાદવામાં આવ્યો, વિવાદો વચ્ચે બાદશાહનું ગીત પ્રોમોટ કર્યું
Email :

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, તમામ પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તાજેતરમાં FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ) એ જાહેરાત કરી છે કે જો કોઈ ભારતીય નાગરિક તેમની (પાકિસ્તાની કલાકારો) સાથે કામ કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. દરમિયાન, એવા અહેવાલો છે કે લોકપ્રિય પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરને પણ ભારતીય ફિલ્મ 'સરદાર 3'માંથી દૂર કરવામાં આવી છે. એવામાં હાનિયા ભારતીય સિંગર બાદશાહનું

સોન્ગ પ્રમોશન કરતી જોવા મળી છે. સિંધુ જળ સંધિ રદ થયા પછી પાણીની કટોકટી પર વિચિત્ર પોસ્ટ્સ શેર કરવાને કારણે પણ હાનિયા આમિર સતત ચર્ચામાં છે. હાનિયા આમિર બાદશાહના ગીતનું પ્રમોશન કરતી જોવા મળી હતી પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારોનો વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ હાનિયા આમિર બાદશાહના ગીતનું પ્રમોશન કરતી જોવા મળી રહી છે. બાદશાહે તાજેતરમાં જ તેના આગામી સોન્ગ 'ગલિયોં કા ગાલિબ'ની જાહેરાત

કરી છે. તેણે આ ગીતનું ટીઝર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આ પછી, હાનિયા આમિરે પણ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શન પર બાદશાહનું ગીત પોસ્ટ કર્યું અને લખ્યું, 'બનાયા તુને ગાલિબ, ફાઈનલી.' હનિયાનું બોલિવૂડ ડેબ્યૂ અટકી ગયું, તેણે શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા અભિનીત ભારતીય પંજાબી ફિલ્મ 'સરદાર 3'થી ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી હતી. એક મહિના પહેલા જ

તેણે યુકેમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી, 'સરદાર 3'ની હવે ભારે ટીકા થઈ રહી છે. વિવાદોને કારણે, નિર્માતાઓએ હનિયાને ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. હવે હનિયા સાથે ફિલ્માવવામાં આવેલા બધા સીન બીજી એક્ટ્રેસ સાથે ફરીથી શૂટ કરવામાં આવશે. સિંધુ જળ સંધિ રદ થવા પર દુઃખ વ્યક્ત કર્યું સિંધુ જળ સંધિ રદ પર 27 એપ્રિલે હનિયાએ લખ્યું, મારા ખેડૂતો અને મારા સમુદાયને પાણીની કટોકટીનો

સામનો કરતા જોઈને મારું હૃદય દુ:ખી થાય છે. સિંધુ આપણી જીવનરેખા છે. હું વિનંતી કરું છું કે લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મામલાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવે. સાથે ઉભા રહો અને પ્રાર્થના કરો. હાનિયા આમિરની પોસ્ટ પર યુઝર્સની કોમેન્ટ હનિયાની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- "પાની પી લેના બહુત ટેન્શન હો રહી આપકી." બીજા એક યુઝરે લખ્યું, “પાની લાઉં ક્યાં આપ કે લીએ.” અન્ય એકે કહ્યું- "હાનિયા

કે લિએ પૂરે દેશ કે ખિલાફ જા શકતા હૂં." હાનિયાએ વિવાદ વચ્ચે ટ્વિટર પર એક વિચિત્ર પોસ્ટ્સ શેર કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે- 25 કરોડ પાકિસ્તાનીઓ ભારત છોડીને પાકિસ્તાન કેવી રીતે આવશે? બીજી પોસ્ટમાં લખ્યું છે કે, કૃપા કરીને મને પાકિસ્તાનમાં પાણીના સંકટ વિશે વારંવાર પૂછશો નહીં. હાનિયાની આ પ્રકારની પોસ્ટ જોઈ ફેન્સ માની રહ્યા છે કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે.

Leave a Reply

Related Post