'ઈન્ડિયન આઇડલ 12'ના વિનર પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત: અમદાવાદ આવતા સમયે કારની ડમ્પર સાથે ટક્કર, હોસ્પિટલમાં દાખલ; હાલત નાજુક

'ઈન્ડિયન આઇડલ 12'ના વિનર પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત:અમદાવાદ આવતા સમયે કારની ડમ્પર સાથે ટક્કર, હોસ્પિટલમાં દાખલ; હાલત નાજુક
Email :

'ઈન્ડિયન આઈડલ 12'નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો. પવનદીપ રાજનની ટીમે જણાવ્યું હતું કે સિંગરનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી, જોકે રસ્તામાં તેમનો

અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેવી રીતે થયો અકસ્માત? પવનદીપ રાજનની MG-HECTOR કાર ડ્રાઈવર રાહુલ સિંહ ચલાવી રહ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગ્યે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી તેમની કાર નીચે ઉતરતાની સાથે જ તે હાઇવેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી અથડાઈ ગઈ. રાહુલ ઝોકું આવી ગયું તેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સિંગર પવનદીપ, તેનો મિત્ર અજય મહેરા અને ડ્રાઈવર રાહુલ ગંભીર રીતે ઘાયલ થયા

હતા. ગજરૌલાના ઇન્સ્પેક્ટર અખિલેશ પ્રધાને જણાવ્યું કે- માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને પોતાના કબજામાં લીધા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટરે ત્રણેયને મુરાદાબાદ રેફર કર્યા. ત્રણેયની ગંભીર હાલત જોઈને પોલીસે તેમને ડિડૌલીમાં હાઇવે પર સ્થિત એક

ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા. હાલમાં ત્રણેય નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પવનદીપ રાજનના મેનેજરે જણાવ્યું છે કે પવનદીપની સારવાર ચાલી રહી છે, તેમને ટૂંક સમયમાં મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. પવનદીપને ઘણી ઈજાઓ થઈ છે. હોસ્પિટલમાંથી પવનદીપના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ ખૂબ જ ઘાયલ હાલતમાં બેભાન જોવા મળે છે. તેમના ડાબા હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. હાલમાં આ અકસ્માત કેવી રીતે થયો એની માહિતી બહાર આવી નથી. ચાહકો

ગાયક માટે ચિંતિત હતા આ સમાચાર પછી ફેન્સ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. શો 'ધ વોઇસ ઇન્ડિયા'નો વિનર પવનદીપ સિંહ 28 વર્ષના છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12'થી કરી હતી. તેઓ શોના વિજેતા હતા. પવનદીપે ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે. 2015માં પવનદીપ રિયાલિટી શો 'ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1'ના વિનર રહ્યા હતા. અહીંથી જ તેમના મ્યુઝિક કરિયરની શરૂઆત થઈ હતી. તેઓ માત્ર

સારો સિંગર જ નહીં, પરંતુ કમ્પોઝર તથા મ્યુઝિક-ડિરેક્ટર પણ છે. મ્યુઝિક બેન્ડ રાઇટનો મેમ્બર, 13 દેશમાં પર્ફોર્મ કર્યું પવનદીપ ચંદીગઢ સ્થિત રાઈટ બેન્ડનો મેમ્બર છે. આ બેન્ડમાં પવન ભટ્ટ, પારસ રોરિયાલ તથા વિશાંત નાગ્રા જેવા ગાયકો છે. પવનદીપે 13 દેશ તથા ભારતનાં 14 રાજ્યમાં 1200થી પણ વધુ શો કર્યા છે. શોમાં સોનાની ચેઇન મળી 'ઇન્ડિયન આઇડલ'ના સેટ પર બપ્પી લહેરીએ પોતાની સોનાની ચેન પવનદીપને આપી દીધી હતી. આટલું જ નહીં, હિમેશ રેશમિયાએ પવનદીપને 10 ગીતની ઓફર કરી છે.

Leave a Reply

Related Post