અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, VIDEO: જમીન પર પછાડ્યો, હાથકડી પહેરાવી ઈન્ડિયા ડિપોર્ટ કર્યો; તે બૂમો પાડતો રહ્યો- 'હું પાગલ નથી'

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, VIDEO:જમીન પર પછાડ્યો, હાથકડી પહેરાવી ઈન્ડિયા ડિપોર્ટ કર્યો; તે બૂમો પાડતો રહ્યો- 'હું પાગલ નથી'
Email :

અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડવામાં આવ્યો અને પછી હાથકડી લગાવીને ભારત મોકલી દેવામાં આવ્યો. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને રવિવારે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો. જૈને X પર લખ્યું - મેં નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને હાથકડી પહેરાવેલો, રડતો, ગુનેગાર જેવો વ્યવહાર થતા જોયો. તે પોતાનાં સપનાં પૂરાં કરવા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક

NRI તરીકે હું પોતાને નબળો અને ભાંગી પડેલો અનુભવું છું. જૈને કહ્યું હતું કે વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો - 'હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' વિદ્યાર્થીને શા માટે દેશનિકાલ કરવામાં આવ્યો એ હજુ સ્પષ્ટ નથી. ભારતીય વિદેશમંત્રીને હસ્તક્ષેપની અપીલ તેમણે આગળ કહ્યું- આ બાળકો સવારે વિઝા લઈને ફ્લાઇટ દ્વારા આવે છે. કોઈ કારણોસર તેઓ ઇમિગ્રેશન અધિકારીઓને તેમના આગમનનું કારણ સમજાવી

શકતો નથી અને સાંજની ફ્લાઇટ દ્વારા ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને મોકલવામાં આવે છે. દરરોજ આવા 3-4 કિસ્સાઓ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા કિસ્સાઓ ઘણા વધી ગયા છે. જૈને ભારતીય દૂતાવાસ, અમેરિકા અને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી. તેમણે લખ્યું - કોઈએ શોધવું જોઈએ કે આ વિદ્યાર્થી સાથે શું થઈ રહ્યું છે. અમેરિકન સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કડકાઈ વધારી રહી છે આ ઘટના

એવા સમયે બની છે જ્યારે યુએસ સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કડક બની રહી છે અને નોટિસ વિના વિઝા રદ કરી રહી છે. વિદ્યાર્થીઓ પેલેસ્ટાઇનને ટેકો આપવાથી લઈને ટ્રાફિક ઉલ્લંઘન સુધીનાં વિવિધ કારણોસર કાનૂની મુશ્કેલીમાં મુકાય છે. અમેરિકન સરકારે બે અઠવાડિયાં પહેલાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે એક આદેશ જારી કર્યો હતો. આ આદેશનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં યહૂદીવિરોધી અને

ડાબેરી વિચારોને રોકવાનો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા આવતા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલની ચકાસણી કડક કરવા જઈ રહ્યું હોવાથી રુબિયોએ વિશ્વભરના યુએસ દૂતાવાસોને એક આદેશ જારી કરીને વિદ્યાર્થી વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શિડ્યૂલ ન કરવા જણાવ્યું હતું. જો વિદેશી વિદ્યાર્થીઓ ક્લાસ છોડી દેશે તો તેમના વિઝા રદ કરવામાં આવશે ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે જો કોઈ વિદેશી વિદ્યાર્થી કોઈ કોર્સને જાણ કર્યા વિના છોડી દે, ક્લાસમાં હાજરી ન આપે અથવા

અભ્યાસ અધવચ્ચે જ છોડી દે તો તેનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે. ભારતમાં યુએસ એમ્બેસીએ થોડા સમય પહેલાં એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. દૂતાવાસે કોઈપણ સમસ્યા ટાળવા માટે હંમેશાં તમારી વિઝા શરતોનું પાલન કરવાનું કહ્યું હતું. બીજી તરફ, ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટી સાથેનો 850 કરોડ રૂપિયા (લગભગ 10 કરોડ ડોલર)નો કરાર રદ કર્યો છે. આ નિર્ણય 28 મે, 2025ના રોજ લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Related Post