બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં‎: ભરૂચ-સુરત વચ્ચે 100 મી. લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું ઇન્સ્ટોલેશન

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં‎:ભરૂચ-સુરત વચ્ચે 100 મી. લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું ઇન્સ્ટોલેશન
Email :

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે સુરતની હદમાં પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે, 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. પશ્ચિમ રેલવે અને DFC ટ્રેક પર 100 મીટરનો સ્પાન 28 જાન્યુઆરી 2025 થી 5 ફેબ્રુઆરી દરમિયાન શરૂ કર્યો હતો, જ્યારે 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં

આવશે. પશ્ચિમ રેલવે અને DFCCIL ટ્રેક પર 14.3 મીટર પહોળો,1432 મેટ્રિક ટન વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે, આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોંચિંગ નોઝનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતના ભુજમાં સ્થિત RDSO માન્ય વર્કશોપમાં બનાવાયેલ છે અને તેને ઇન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રિજનો 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટરની ઉંચાઈ પર અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 50 મીમીની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો. તેને બે અર્ધ-સ્વચાલિત જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવી હતી, જેમાં દરેક વ્યાસ મેક-એલોય બારનો ઉપયોગ કરીને 250 ટનની ક્ષમતા

હતી. આ બાંધકામ સ્થળ પર થાંભલાની ઊંચાઈ 12 મીટર છે. 100 મીટરના ગાળાના બ્રિજ એસેમ્બલીમાં આશરે 60000 (100 મીટર) ટોર્સિયન-શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ થાય છે, જે 100 વર્ષના જીવનકાળ માટે રચાયેલ છે. બ્રિજના 2 સ્પાન્સને C5 સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે અને તેને થર્મોપ્લાસ્ટિક બેરિંગ્સ પર મૂકવામાં

આવશે. બ્રિજની ખાસિયત 100 મીટર લંબાઇ 13.3 મીટર પહોળાઇ 1432 મેટ્રીક ટન વજન 100 વર્ષનું જીવનકાળ થાંભલાની ઊંચાઈ 12 મીટર બ્રિજ એસેમ્બલીમાં આશરે 60000 ટોર્સિયન-શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ ભુજના આરડીએસઓ માન્ય વર્કશોપમાં નિર્માણ બ્રીજના બે સ્પાનને સી-5 સિસ્ટમ પેઇન્ટીંગથી રંગાશે સુરત પાસે કિમ અને સાયણ વચ્ચે 1432 મેટ્રીક ટનના 100 મીટર લંબાઇના બ્રિજનું ઇન્સ્ટોલેશન કરાયું

Related Post