ઇન્ટર મિલાન ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં: બાર્સેલોનાનો 7-6થી પરાજય થયો; પહેલો લેગ ડ્રો રહ્યો, બીજો લેગ 4-3થી જીત્યો

ઇન્ટર મિલાન ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં:બાર્સેલોનાનો 7-6થી પરાજય થયો; પહેલો લેગ ડ્રો રહ્યો, બીજો લેગ 4-3થી જીત્યો
Email :

ઇન્ટર મિલાને બાર્સેલોનાને હરાવીને ચેમ્પિયન્સ લીગ 2024-25 ફાRનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. મંગળવારે રમાયેલા બીજા લેગમાં ઇન્ટર મિલાને બાર્સેલોનાને 4-3થી હરાવ્યું અને બંને લેગમાં 7-6થી જીત મેળવીને ફાRનલમાં પ્રવેશ કર્યો. અગાઉ, બાર્સેલોનાના મોન્ટજુઇક ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ તબક્કાની મેચમાં ઇન્ટર અને બાર્સેલોના વચ્ચે ડ્રો રહી હતી. ઇન્ટરે 21મી મિનિટે લીડ મેળવી મેચની 21મી મિનિટે, ઇન્ટરે ગોલ કરીને 1-0ની લીડ મેળવી લીધી. ટીમ તરફથી લૌટારો

માર્ટિનેઝે ડેન્ઝેલ ડમ્ફ્રાઈસના પાસ પર ગોલ કર્યો. 45મી મિનિટે, હકન ચલહાનોગ્લુએ ગોલ કરીને ટીમને મેચમાં 2-0ની લીડ અપાવી. હાફ ટાઇમ પછી બાર્સેલોનાનું કમબેક બાર્સેલોના માટે, એરિક ગાર્સિયાએ મેચની 54મી મિનિટે ગેરાર્ડ માર્ટિનના ક્રોસને ગોલમાં રૂપાંતરિત કરીને સ્કોર 1-2 કર્યો. 60મી મિનિટે, ડેની ઓલ્મોએ માર્ટિનના પાસથી બોલને ગોલ પોસ્ટમાં હેડ કરીને સ્કોર 2-2ની બરાબરી કરી. 87મી મિનિટે, રાફિન્હાએ બાર્સેલોના માટે ગોલ કર્યો અને ટીમને 3-2ની લીડ

અપાવી. એવું લાગતું હતું કે બાર્સેલોનાનો વિજય નિશ્ચિત હતો, પછી ઇન્ટરના ફ્રાન્સેસ્કો એસેર્બીએ ગોલ કરીને સ્કોર 3-3 કર્યો. ડેવિડ ફ્રેટેસીએ વિનિંગ ગોલ કર્યો ​​​​​​​ઇન્ટરે એક્સ્ટ્રા ટાઇમમાં ફરીથી લીડ મેળવી. 99મી મિનિટે, ડેવિડ ફ્રેટેસીએ ટીમ માટે ગોલ કર્યો અને સ્કોર 4-3 કર્યો. આ રીતે ઇન્ટરે બાર્સેલોનાને 4-3થી હરાવ્યું. પ્રથમ લેગમાં 3-3થી ડ્રો રહ્યા બાદ, બંને લેગનો સ્કોર 7-6થી રહ્યો અને ઇન્ટરે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

Leave a Reply

Related Post