ગાંધીનગરમાં પોલીસ ફેરબદલ: 12 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, અડાલજમાં એલ.ડી. ઓડેદરાની નિમણૂક

ગાંધીનગરમાં પોલીસ ફેરબદલ:12 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, અડાલજમાં એલ.ડી. ઓડેદરાની નિમણૂક
Email :

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ જાહેર હિતમાં 12 પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશ જાહેર કર્યા છે. અડાલજ પોલીસ મથકના પીઆઈ કે.બી. સાંખલાની સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ સચિવાલય સંકુલના પીઆઈ એલ.ડી. ઓડેદરાને અડાલજ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણૂક અપાઈ છે. સચિવાલય સંકુલથી પીઆઈ જી.કે. ભરવાડને ડભોડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. ડભોડા

પીઆઈ જે.બી. સાંખલાને સચિવાલય સંકુલમાં નિમણૂક અપાઈ છે. સેક્ટર-7 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એન્ડરસન અસારીને રખીયાલ પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે. ઈન્ફોસિટી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એસ.એન. ચૌધરીને IUCAW માં નિમણૂક અપાઈ છે. સેક્ટર-21 પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ પી.આર. ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. સેક્ટર-21 પોલીસના સેકન્ડ પીઆઈ કે.બી. ભૂરાને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ તરીકે

નિમણૂક કરાઈ છે. મહિલા પોલીસ મથકના પીઆઈ એલ.પી. દેસાઈને સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણૂક અપાઈ છે. IUCAW થી પીઆઈ આર.જે. સીસોદીયાને સેક્ટર-21 પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. સચિવાલય સંકુલથી પીઆઈ વી.આર. ચૌધરીની પેથાપુર ખાતે બદલી કરાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મુકેશ દેસાઈ ની સેક્ટર-7 પોલીસ સ્ટેશને સેકન્ડ પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Related Post