'કોણ શાહરુખ ખાન?': મેટ ગાલામાં ઈન્ટરનેશનલ મીડિયાએ કિંગ ખાનની ફજેતી કરી, એક્ટરે પોતાનો પરિચય આપવો પડ્યો

'કોણ શાહરુખ ખાન?':મેટ ગાલામાં ઈન્ટરનેશનલ મીડિયાએ કિંગ ખાનની ફજેતી કરી, એક્ટરે પોતાનો પરિચય આપવો પડ્યો
Email :

મેટ ગાલા 2025 ન્યુ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાયો હતો. બોલિવૂડના કિંગ શાહરુખ ખાને આ ઈવેન્ટમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે. તે મેટ ગાલામાં હાજરી આપનાર પ્રથમ ભારતીય મેલ એક્ટર છે. શાહરુખનો લુક એકદમ દમદાર લાગી રહ્યો હતો, જોકે એક એવી ઘટના બની જેનાથી એક્ટરના ફેન્સ ખૂબ જ નારાજ થયા છે. મેટ ગાલાના રેડ કાર્પેટ પરથી શાહરુખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શાહરુખ રેડ કાર્પેટ પર ચાલતાં-ચાલતાં મીડિયા તરફ પહોંચી જાય છે. તે પહેલા મીડિયાને 'હાય-હેલો' કરે છે. એવામાં કોઈ રિપોર્ટર તેમને

પૂછે છે- તમારો પરિચય આપો.... ત્યારે શાહરુખ ખાને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું- હું શાહરૂખ છું. પછી એક્ટર પોતાનો હાલચાલ જણાવતા કહે છે- હું ઠીક છું, આભાર. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે શાહરુખને તેના લુક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "આ મારા ડિઝાઇનર સબ્યસાચીનો વિચાર છે અને તે અભિવ્યક્તિની સ્વતંત્રતા દર્શાવે છે." 'મને મેટ ગાલાનો ઇતિહાસ ખબર નથી, હું નર્વસ છું' મેટ ગાલામાં ઇન્ટરવ્યૂ આપતી વખતે, શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું કે- શું તે મેટ ગાલા વિશે કંઈ જાણે છે.

આના પર એક્ટરે કહ્યું- મને તેના ઇતિહાસ વિશે ખબર નથી, હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત છું. મેં ઘણી બધી રેડ કાર્પેટ ઈવેન્ટ કરી છે. પરંતુ હું ખૂબ શરમાળ જ છું. શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું કે- શું તે ઈવેન્ટને લઈ ઉત્સાહિત છે? જેના જવાબમાં તેણે કહ્યું- "મારા માટે સૌથી રોમાંચક બાબત મારા બાળકો છે જે મેટ ગાલા માટે ઉત્સાહિત છે." હું પહેલા નહોતો આવાનો, પણ જ્યારે સબ્યસાચીએ કહ્યું કે- તમારે આવવું જોઈએ, ત્યારે મારા બાળકો પણ આ વાતથી ઉત્સાહિત દેખાતા હતા. શાહરૂખ ખાનના લુક પર એક નજર-

Leave a Reply

Related Post