ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો: નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન
Email :

ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત અને અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલો છતાં વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ

જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં પોઝિટિવ અસર સામે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં આરંભિક ઉછાળા બાદ બે-તરફી સાંકડી વધઘટે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રેસીપ્રોકસ ટેરીફની વિરુદ્ધમાં અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં

બે તરફી અફડાતફડી બાદ ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.39% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4119 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2160 અને વધનારની સંખ્યા 1826 રહી હતી, 133 શેરના

ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.58%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.89%, એચડીએફસી બેન્ક 0.81%, લાર્સેન લિ. 0.64%, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.24% અને બજાજ ફિનસર્વ 0.01% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા 1.73%, એચસીએલ ટેકનોલોજી 1.64%, એશિયન પેઈન્ટ 1.62%, એનટીપીસી લિ. 1.49%, ઇન્ફોસિસ લિ. 1.43%, નેસ્લે ઇન્ડિયા 1.29%, ટાટા સ્ટીલ 1.29%, સન ફાર્મા 1.29%

અને પાવર ગ્રીડ કોર્પોરેશન 1.13% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24871 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24737 પોઈન્ટના પ્રથમ અને 24606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24979 પોઈન્ટ થી 25008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25088 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1425 ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો

આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1447 થી રૂ.1460 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1373 નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!! ⦁ અદાણી ગ્રીન ( 1019 ) :- રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.970 નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1034 થી 1045 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ⦁ લુપિન લિ. ( 1963 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1994 આસપાસ વેચવાલી થકી રૂ.1933 થી રૂ.1919 ના નીચા

મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2008 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો. ⦁ ભારતી એરટેલ ( 1870 ) :- રૂ.1909 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1919 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1833 થી રૂ.1808 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1930 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, વૈશ્વિક સ્તરે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ - હમાસ યુદ્વ અને રશીયા - યુક્રેન બાદ સ્થાનિક સ્તરે ભારત -

પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી જોવાઈ રહી છે. તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે. એપ્રિલ 2025 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારો ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા 22 મહિનામાં સૌથી ઓછો છે. નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ છે. એપ્રિલ મહિનામાં

માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં રૂ.171 કરોડ એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીઝમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ રૂ.350 કરોડ એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકમાં 25 લોન્ચ અને દર મહિને સરેરાશ રૂ.6000 કરોડ એકત્ર કરાયા હતા. આગામી દિવસોમાં સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે સાવચેતીનું વલણ જોવા મળી શકે છે.

Leave a Reply

Related Post