ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ: નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન
Email :

વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ સુધારા તરફી રહ્યા સામે આજે ભારતીય શેરબજાર સપ્તાહના બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ટેરિફ મામલે એક તરફ અમેરિકા ઝુંકવા લાગ્યું હોય એમ ચાઈના સાથે રેર અર્થ મામલે ડિલ વાટાઘાટ ફરી લંડનમાં શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ અમેરિકા હવે ભારત સાથે પણ કૂણું વલણ અપનાવી ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ 0.5%નો

અને સીઆરઆરમાં 1% ઘટાડો કરવાનો નિર્ણય લેતાં અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જો કે અંતિમ સેસનમાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમામ ઉછાળો ધોવાયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન - અમેરિકા વેપાર કરાર થવાની આશા વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં ડોલર

સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડતેલના ભાવ પણ તેજી તરફી રહ્યા હતા. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.04% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.33% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્શિયલ સર્વિસીસ, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેક્સ, એનર્જી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4172 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1805 અને વધનારની સંખ્યા

2232 રહી હતી, 135 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા 2.27%, ટાટા મોટર્સ 2.01%, ઇન્ફોસિસ લિ. 1.51%, એચસીએલ ટેકનોલોજી 1.18%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.17%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.16%, ટીસીએસ લિ. 1.16%, આઈટીસી લિ. 0.96% અને એકસિસ બેન્ક 0.93% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ 1.27%, બજાજ ફાઈનાન્સ 1.16%, ટાટા સ્ટીલ 0.99%, બજાજ ફિનસર્વ 0.92%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.84%,

મારુતિ સુઝુકી 0.82%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.69%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.65% અને એચડીએફસી બેન્ક 0.64% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25160 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25272 પોઈન્ટના પ્રથમ અને 25303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25088 પોઈન્ટથી 25008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1428 )

:- પ્રાઇવેટ બેન્ક સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1404 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1390 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1437 થી રૂ.1445 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1450 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ ગોદરેજ કન્ઝ્યુમર ( 1219 ) :- રૂ.1190 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1173 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1234 થી રૂ.1240 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. ⦁ ઈન્ફોસિસ લિ. ( 1597 ) :- કમ્પ્યુટર્સ - સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ

સેક્ટરનો આ સ્ટોક રૂ.1623 આસપાસ વેચવાલી થકી રૂ.1580 થી રૂ.1573 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1630 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1442 ) :- રૂ.1474 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1480 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1424 થી રૂ.1408 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1486 ઉપર તેજી તરફી ધ્યાને લેશો...!! બજારની ભાવિ દિશા... મિત્રો, મે મહિનામાં અંદાજીત 22 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. આનાથી ખાતાઓની કુલ સંખ્યા 19.66

કરોડ થઈ ગઈ છે. શેરબજારમાં તેજીને કારણે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર 2024 પછી નવા ખાતા ખોલવામાં આ પ્રથમ માસિક વધારો છે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે નવા ડીમેટ ખાતાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ જુલાઈ માસના મધ્ય સુધીમાં ખાતાઓની કુલ સંખ્યા 20 કરોડને પાર કરશે. શેરના ભાવમાં વધારા વચ્ચે નવા રોકાણકારોને આકર્ષ્યા છે. ભારતીય ઇક્વિટી બજારમાં મે મહિનામાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી અને સેન્સેક્સ અંદાજીત 2 - 2% મજબૂત થયા જયારે નિફ્ટી

મિડકેપ 100 ઇન્ડેક્સ 6.1% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 8.7% વધ્યા છે. કોશ સેગમેન્ટમાં વેપાર પણ આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. બીએસઈ અને એનએસઈ પરનું સરેરાશ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે 11% વધીને રૂ.1.19 લાખ કરોડ થયું છે, જે સપ્ટેમ્બર 2024 પછી સૌથી વધુ છે. જો કે ટેરિફ વોરના કારણે વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Leave a Reply

Related Post