ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- લોકલ ફંડોએ શેરોમાં તેજી કરી: નિફટી ફ્યુચર 24180 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- લોકલ ફંડોએ શેરોમાં તેજી કરી:નિફટી ફ્યુચર 24180 પોઈન્ટ અતિ મહત્વની સપાટી
Email :

પહેલગામ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના ટેન્શન છતાં કોર્પોરટ ઈન્ડિયાના પરિણામોમાં અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્ધ વિરામના સંકેતે આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ શેરોમાં તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધારણાથી સારા રિઝલ્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી. ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી

3%થી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. શેરબજારોની વાત કરીએ તો વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી 500 તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના 10માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ રોલરકોસ્ટર પર છે. ટેરિફની જાહેરાત સાથે તે નીચે ગયો, 90-દિવસના વિલંબના સમાચાર સાથે તે વધ્યો, અને વધતા જતા વૈશ્વિક વેપાર યુદ્ધના હેડલાઇન્સ સાથે તેમાં પ્રચંડ

વોલાટાલિટી જોવા મળી છે. કોરોનાવાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારો યુએસ શેરબજારમાંથી અભૂતપૂર્વ દરે નાણાં ખેંચી રહ્યા છે. તેઓ યુએસ ટ્રેઝરી પણ વેચી રહ્યા છે, જેણે દાયકાઓમાં તેમના સૌથી ખરાબ પતનમાંથી એકનો સામનો કર્યો હતો અને ઇક્વિટી મૂલ્યાંકન પર દબાણ ઉમેર્યું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4054 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2095 અને વધનારની સંખ્યા 1830 રહી હતી, 129 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 07 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ

સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા 2.26%, રિલાયન્સ 2.23%, ટાટા કેમિકલ્સ 1.87%, એસબીઆઈ કાર્ડ્સ 1.48%, ભારત ફીર્જ 1.23%, એચસીએલ ટેકનોલોજી 1.12%, વોલ્ટાસ 1.04%, ઈન્ફોસીસ 0.94% વધ્યા હતા, જયારે ઓરબિંદો ફાર્મા 2.86%, અદાણી ગ્રીન 2.23%, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.01%, ગ્લેનમાર્ક ફાર્મા 1.98%, એસીસી 1.79%, સન ફાર્મા 1.79%, લ્યુપીન 1.56%, ઈન્ડીગો 1.34%, સિપ્લા 0.90% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24425 ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઈન્ટના પ્રથમ અને 24180 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ

સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24474 પોઈન્ટ થી 24505 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24180 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55509 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 55303 પોઈન્ટ પ્રથમ અને 55188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 55575 પોઈન્ટ થી 55737 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 55808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ ઈન્ફોસિસ

લિ. ( 1501 ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1484 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1470 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1534 થી રૂ.1540 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1555 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1432 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1408 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1393 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1454 થી રૂ.1460 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ભારતી એરટેલ ( 1830 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ - સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો

આ સ્ટોક રૂ.1863 આસપાસ વેચવાલી થકી રૂ.1808 થી રૂ.1787 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1870 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ એસબીઆઈ લાઈફ ( 1734 ) :- રૂ.1777 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1800 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1707 થી રૂ.1686 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1808 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની

અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 29 એપ્રિલે પોતાના કાર્યકાળના 100 દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ 100 દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે. ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ 10% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં

ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો સ્તોક્ષ્ક્ષ 600, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે 4% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત 1.2% ઘટયા છે. ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો 8% ઘટાડો 1971 પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Related Post