ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર: નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી શક્ય

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી શક્ય
Email :

આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના દરમાં ઘટાડા સાથે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશન્સ દરમિયાન ચોથા ત્રિમાસિકના કંપનીઓના જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી ઉત્તમ આવતા તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે રેપો રેટમાં 0.25% થી 0.50%નો ઘટાડો થવાની મૂકાતી ધારણા સાથે સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત

ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી દર વર્ષના અંત સુધી વ્યાજ દર ન વધારવાના સંકેતો મળતાં વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેન્ડના કારણે ભારતીય બજારને ટેકો મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર વધતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત રહ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળે બેતરફી વધઘટે રહ્યા હતા. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.76% અને

સ્મોલકેપ ઈન્ડેક્સ 0.58% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4155 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1933 અને વધનારની સંખ્યા 2071 રહી હતી, 151 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે

10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 3.32%, ભારતી એરટેલ 1.82%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.79%, ટેક મહિન્દ્રા 1.25%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.23%, ટાટા મોટર્સ 0.91%, એચડીએફસી બેન્ક 0.81%, ટાટા સ્ટીલ 0.54% અને હિન્દુસ્તાન યુનીલીવર 0.48% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ 1.66%, એકસિસ બેન્ક 0.90%, ટીસીએસ લિ. 0.72%, ટાઈટન કંપની લિ. 0.60%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.48%, એચસીએલ ટેકનોલોજી 0.47%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.41% અને એશિયન

પેઈન્ટ 0.30% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24729 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24909 પોઈન્ટના પ્રથમ અને 25008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24676 પોઈન્ટ થી 24606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ ગોદરેજ કન્ઝ્યુમર ( 1233 ) :- ગોદરેજ

ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1208 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1185 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1253 થી રૂ.1260 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1273 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ કોટક મહિન્દ્ર બેન્ક ( 2056 ) :- રૂ.2030 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2017 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.2074 થી રૂ.2080 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1554 ) :-

કમ્પ્યુટર્સ - સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1577 આસપાસ વેચવાલી થકી રૂ.1530 થી રૂ.1517 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1590 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ અદાણી પોર્ટ્સ ( 1435 ) :- રૂ.1474 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1480 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1414 થી રૂ.1404 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1488 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ભારતીય રિઝર્વ બેંક

આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કોની માલિકી સંબંધિત નિયમોને હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની તૈયારીમાં છે. દેશની ઝડપથી

વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે. ગત મહિને, રિઝર્વ બેન્કે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં 20% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહી છે. આ દર્શાવે છે કે રિઝર્વ બેંક વિદેશી રોકાણના નિયમોને અમુક અંશે હળવા કરવાનું વિચારી રહી છે, કારણ કે ભારતમાં આ નિયમો વિશ્વના મુખ્ય અર્થતંત્રોની તુલનામાં સૌથી કડક છે.

Leave a Reply

Related Post