ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ: નિફટી ફ્યુચર 23303 પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ:નિફટી ફ્યુચર 23303 પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે
Email :

ટેરિફ વોર વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે વોલેટિલિટી સાથે આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આકરાં ટેરિફ દરોથી ત્રસ્ત કરી મૂક્યા બાદ ગત સપ્તાહના અંતે ટેરિફમાં રાહતના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે માર્ચ મહિનામાં ભારતનો ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ આવતાં અને આઈએમડી દ્વારા ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના અંદાજો બતાવતાં આજે ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી હોવાથી ભારત વિશ્વનું પ્રથમ

મોટું શેરબજાર બનવા સાથે વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવતી હોવાથી રોકાણકારો માટે ભારતીય શેરબજાર સલામત રોકાણ સ્થળ તરીકે ઉભરી આવતા આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ઈરાનના ઓઈલ પર અમેરિકા અંકુશો મૂકી રહ્યું છે ત્યારે ઈરાન રશિયા સાથે મિટિંગનો દોર શરૂ કરતાં આજે

ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.62% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.91% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કેપિટલ ગુડ્સ, આઈટી અને ફોકસ્ડ આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4078 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1309 અને વધનારની સંખ્યા 2636 રહી હતી, 133 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે

5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી 1.51%, ઇન્ફોસિસ લિ. 1.00%, ટાટા મોટર્સ 0.92%, લાર્સેન લિ. 0.90%, એનટીપીસી લિ. 0.88%, બજાજ ફાઈનાન્સ 0.81%, સન ફાર્મા 0.73%, મહિન્દ્રા મહિન્દ્રા 0.52% અને ટાઈટન કંપની લિ. 0.19% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 7.12%, એકસિસ બેન્ક 4.26%, અદાણી પોર્ટ 1.81%, એશિયન પેઈન્ટ 1.75%, ભારતી એરટેલ 1.35%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.11%, આઈટીસી લિ. 0.92%, ટીસીએસ લિ. 0.81% અને નેસ્લે ઇન્ડિયા 0.70% વધ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ⦁ નિફ્ટી ફ્યુચર બંધ

:- ( 23433 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23180 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23505 પોઈન્ટ થી 23575 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53082 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53474 પોઈન્ટ પ્રથમ અને 53606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 53008 પોઈન્ટ થી 52939 પોઈન્ટની અતિ

મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 53606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એચડીએફસી બેન્ક ( 1877 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1833 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1818 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1894 થી રૂ.1902 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1920 ઉપર તેજી તરફી ધ્યાન. ⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1595 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1570 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1533 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1608 થી

રૂ.1620 ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ભારતી એરટેલ ( 1821 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ - સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1848 આસપાસ વેચવાલી થકી રૂ.1808 થી રૂ.1787 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1860 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ⦁ સન ફાર્મા ( 1689 ) :- રૂ.1707 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1723 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1663 થી રૂ.1640 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1730 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, દેશમાં ખાદ્ય ચીજોના ભાવમાં

ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી માસિક ધોરણે ઘટીને 2.05% થઈ તેમજ જથ્થાબંધ ફુગાવો 1.57% નોંધાયો. ભારતની વેપાર ખાધ ફેબ્રુઆરીમાં 14.05 અબજ ડૉલર હતી જે માર્ચ મહિનામાં વધીને 21.54 અબજ ડૉલર થઈ, તેમજ વાર્ષિક ધોરણે પણ વેપાર ખાધમાં વધારો થયો છે. ટેરિફ વોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી વર્ષ 2025 માટે ક્રુડ ઓઈલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ મંદ પડવાની ધારણા મુકવામાં આવી છે. ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા હોવા છતા ટેરિફને લગતા અન્ય

પગલાંઓને કારણે ક્રુડ ઓઈલની માંગમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉપરાંત સમાપ્ત થયેલા નાણાં વર્ષ 2024-25 પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારને રૂ.2.50 લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે, ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી ડિવિડન્ડ મારફતની ઊંચી આવક રાહતરૂપ બની રહેશે જેના કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.

Leave a Reply

Related Post