ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ફરી તેજીનું: નિફટી ફ્યુચર 25303 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ફરી તેજીનું:નિફટી ફ્યુચર 25303 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન
Email :

ટ્રમ્પ ટેરિફ વોરના પરિણામે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા સર્જાઈ છે, તેના કારણે દરેક દેશો પોતાના વેપાર હિતને લઈ રક્ષણાત્મક નીતિ અપનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશના આર્થિક વિકાસને સપોર્ટ કરવા એકાએક અનપેક્ષિત રેપો રેટમાં 0.50%નો ઘટાડો અને સીઆરઆરમાં ચાર તબક્કામાં 1%નો ઘટાડો કરાતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ફરી તેજીનું બન્યું હતું. સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ

વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો હતો. અન્ય આંતરરાષ્ટ્રીય નેગેટીવ પરિબળો નહીં સર્જાવાના સંજોગોમાં વિદેશી ફંડો અને સ્થાનિક ફંડોની શેરોમાં ખરીદી વધવાની શકયતાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારનો આશાવાદે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટર

મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.03% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.19% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4335 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1409 અને વધનારની સંખ્યા 2798 રહી હતી, 128 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી

સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક 3.19%, બજાજ ફાઈનાન્સ 2.51%, એકસિસ બેન્ક 2.06%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.62%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.61%, મારુતિ સુઝુકી 1.43%, બજાજ ફિનસર્વ 1.39%, એનટીપીસી લિ. 1.28% અને ટીસીએસ લિ. 1.12% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. 1.95%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.68%, ટાઇટન કંપની લિ. 0.74%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.52%, અદાણી પોર્ટ 0.30%, ટાટા સ્ટીલ 0.16%, ભારતી એરટેલ 0.14%,

નેસ્લે ઇન્ડિયા 0.05% અને એચડીએફસી બેન્ક 0.01% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25181 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટના પ્રથમ અને 24909 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25232 પોઈન્ટ થી 25303 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ હેવેલ્સ ઈન્ડિયા

( 1546 ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1523 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1494 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1563 થી રૂ.1570નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1577 ઉપર તેજી તરફી ધ્યાન. ⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1441 ) :- રૂ.1424 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1408ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1454થી રૂ.1460 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. ⦁ સન ફાર્મા ( 1702 )

:- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1737 આસપાસ વેચવાલી થકી રૂ.1686 થી રૂ.1674 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1750નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો. ⦁ ભારત ફોર્જ ( 1344 ) :- રૂ.1374 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1390 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1323થી રૂ.1308 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1404 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું

છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશના આર્થિક વિકાસને સપોર્ટ કરવાની આવશ્યકતા દેખાઈ એકાએક અનપેક્ષિત રેપો રેટમાં 0.50%નો ઘટાડો અને સીઆરઆરમાં ચાર

તબક્કામાં 1%નો ઘટાડો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે સ્તાહે દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે 2025-26માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે.

Leave a Reply

Related Post