ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું: નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી લક્ષ

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી લક્ષ
Email :

અમેરિકા અને ચાઈના વચ્ચે રેર અર્થ મામલે શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટનો દોર ચાલુ રહેતાં બન્ને દેશો વચ્ચે કેવી ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજાર ઇન્ડેક્સ બેઝડ બે-તરફી સાંકડી વધઘટને અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. ચાઈનાએ યુરોપ સહિતના દેશોમાં રેર અર્થ મિનરલ્સની નિકાસો પરના અંકુશો ઉઠાવી લેતાં અને ભારત સહિતના દેશો માટે પણ પોઝિટીવ સંકેતને લઈ આજે ફંડોની પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ

રહેતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચેની ટ્રેડ ચર્ચામાં સકારાત્મક સંકેતોને પગલે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને મજબૂત વિદેશી ભંડોળ પ્રવાહને કારણે બુધવારે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે ઓપકના દેશોમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી ધારણાએ ક્રૂડઓઈલનાં ભાવમાં તેજી આગળ વધી હતી. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.12% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.06% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ

ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, એફએમસીજી, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4180 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1821 અને વધનારની સંખ્યા 2227 રહી હતી, 132 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની

તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેકનોલોજી 3.22%, ઇન્ફોસિસ લિ. 2.16%, ટેક મહિન્દ્રા 1.74%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.71%, બજાજ ફિનસર્વ 0.70%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.56%, ટાટા મોટર્સ 0.55%, ઝોમેટો લિ. 0.49% અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.48% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન 1.89%, અદાણી પોર્ટ 1.24%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.21%, એચડીએફસી બેન્ક 0.83%, હિન્દુસ્તાન યુનિલીવર 0.80%, બજાજ ફાઈનાન્સ 0.71%, નેસ્લે ઇન્ડિયા 0.54%, એશિયન પેઈન્ટ 0.51% અને મારુતિ સુઝુકી 0.47% ઘટ્યા હતા. નિફ્ટી

ફ્યુચર ટેકનિકલ લેવલ... ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25211 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટના પ્રથમ અને 24979 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25272 પોઈન્ટ થી 25303 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એચડીએફસી બેન્ક ( 1955 ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ

હાલમાં રૂ.1909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1973 થી રૂ.1980 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1994 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ ભારતી એરટેલ ( 1865 ) :- રૂ.1833 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1818 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1883 થી રૂ.1890 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1640 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1677 આસપાસ વેચવાલી થકી રૂ.1608 થી

રૂ.1588 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1690 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1454 ) :- રૂ.1477 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1480 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1430 થી રૂ.1407 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1494 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ 2025ના નબળા 6.5%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક 7.4%ની વૃદ્વિના જાહેર

થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફઆઈઆઈઝ)ની શેરોમાં ખરીદી વધી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે. વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે.

પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

Leave a Reply

Related Post