ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સોમવારે ઉછાળો જોવાયો: નિફટી ફ્યુચર 24188 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સોમવારે ઉછાળો જોવાયો:નિફટી ફ્યુચર 24188 પોઈન્ટ અતિ મહત્વની સપાટી
Email :

શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં સોમવારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 800 પોઈન્ટ ઉછળી ફરી પાછો 80,000 થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ.3 લાખ કરોડ વધી છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી સતત વધી રહી હતી. બીએસઈ બેન્કેક્સ આજે 947 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈને બંધ રહ્યો હતો. ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કેનેરા બેન્કના શેર્સ આજે ટોપ ગેનર રહ્યા છે. ડીસીબી બેન્કનો શેર 9.17%, આરબીએલ

6.87% ઉછળ્યો છે. નિફ્ટી આજે તેજી 300થી વધુ પોઈન્ટ ઉછળી 24489 થયો હતો. ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ.32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે. શેરબજારમાં ઉછાળાના કારણ જોઈએ તો, વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી 32

હજાર કરોડની ખરીદી કરી હતી. સાથે સાથે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા જોવા મળી હતી.અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં જોવા મળીયો હતો. જયારે બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો હતો, સ્થાનિક સ્તરે જો વાત કરીએ તો મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર થઈ હતી. સાથે સાથે સથાનિક ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જોવા માળિયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3246 અને વધનારની સંખ્યા 719 રહી હતી, 119

શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 12 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.10%, લ્યુપીન લિ. 4.22%, ગ્લેનમાર્ક ફાર્મા 3.94%, ભારત ફોર્જ 3.48%, અદાણી ગ્રીન 3.42%, ટોરેન્ટ ફાર્મા 3.36%, સન ફાર્મા 3.05, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.99%, એક્સીસ બેન્ક 2.58% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી 0.64%, એસીસી લિ. 0.50%, હિન્દુસ્તાન યુનીલીવર 0.41% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24452 ) :- આગામી સંભવિત નિફ્ટી

ફ્યુચર 24303 પોઈન્ટના પ્રથમ અને 24188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24474 પોઈન્ટ થી 24535 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24188 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55671 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 55979 પોઈન્ટ પ્રથમ અને 56056 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 55575 પોઈન્ટ થી 55434 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 56056

પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ ટેક મહિન્દ્ર ( 1466 ) :- મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1433 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1417 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1474 થી રૂ.1480 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1494 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ મહાનગર ગેસ ( 1339 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1313 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1297 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1363 થી રૂ.1370 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક

( 1434 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1474 આસપાસ વેચવાલી થકી રૂ.1414 થી રૂ.1404 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1490 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1371 ) :- રૂ.1404 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1414 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1347 થી રૂ.1330 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ભારત વિદેશી કંપનીઓને તેના પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં (ન્યુક્લિયર પ્લાન્ટ્સ) 49% સુધીનો હિસ્સો

લેવાની મંજૂરી આપી શકે છે. કારણ કે નવી દિલ્હી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા માટે તેના સૌથી વધુ રક્ષિત ક્ષેત્રને ખોલવાની યોજના બનાવે છે. સરકારે 2023થી તેના પરમાણુ વિદેશી રોકાણના માળખાને બદલવાની વિચારણા કરી છે. જો કે, ભારત કાર્બન-સઘન કોલસાને ઉર્જાના સ્વચ્છ સ્ત્રોતો સાથે બદલવા માંગે છે ત્યારે પરમાણુ ક્ષમતા વધારવાની જરૂરિયાત બની ગઈ છે. આ ક્ષેત્રના રોકાણમાં યુએસ સાથે ટેરિફ વાટાઘાટોને વેગ આપવાની સંભાવના છે. 2008માં, યુએસ સાથેના નાગરિક પરમાણુ કરારમાં યુએસ કંપનીઓ સાથે અબજો ડોલરના સોદાઓ પૂરા પાડવામાં આવ્યા હતા.

ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ 60 રહ્યો છે જે માર્ચમાં 59.50 જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત 45માં મહિને પીએમઆઈ 50થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.

Leave a Reply

Related Post