સતત 13મી સીઝનમાં પહેલી મેચમાં મુંબઈ હારી: ચેન્નઈએ 4 વિકેટથી મેચ જીતી, રચિન રવીન્દ્ર-ગાયકવાડે ફિફ્ટી ફટકારી; નૂર અહેમદે 4 વિકેટ ઝડપી

સતત 13મી સીઝનમાં પહેલી મેચમાં મુંબઈ હારી:ચેન્નઈએ 4 વિકેટથી મેચ જીતી, રચિન રવીન્દ્ર-ગાયકવાડે ફિફ્ટી ફટકારી; નૂર અહેમદે 4 વિકેટ ઝડપી
Email :

IPL-2025ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું. મુંબઈની ટીમ સતત 13મી સિઝનમાં પોતાની પહેલી મેચ હારી ગઈ છે. ટીમે છેલ્લે 2012માં રાજસ્થાન સામે જીત મેળવી હતી. ચેપોક સ્ટેડિયમ ખાતે, ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 6 વિકેટે

ચેઝ કર્યો. CSK તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (53 રન) અને રચિન રવીન્દ્ર (અણનમ 65 રન)એ ફિફ્ટી ફટકારી. રવીન્દ્ર જાડેજાએ 17 રનનું યોગદાન આપ્યું. મુંબઈ વતી ડેબ્યૂ કરતા વિગ્નેશ પુથુરે 3 વિકેટ લીધી. દીપક ચહર અને વિલ જેક્સને 1-1 વિકેટ મળી. અગાઉ,

ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 31, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 અને દીપક ચહરે અણનમ 28 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી નૂર અહેમદે 4 વિકેટ લીધી, જ્યારે ખલીલ અહેમદે 3 વિકેટ લીધી.

Leave a Reply

Related Post