રોમાંચક મેચમાં દિલ્હીને સીઝનની પહેલી હાર મળી: મુંબઈ 12 રને જીત્યું, 19મી ઓવરમાં સતત 3 રનઆઉટથી બાજી પલટી; કર્ણ શર્માએ 3 વિકેટ લીધી

રોમાંચક મેચમાં દિલ્હીને સીઝનની પહેલી હાર મળી:મુંબઈ 12 રને જીત્યું, 19મી ઓવરમાં સતત 3 રનઆઉટથી બાજી પલટી; કર્ણ શર્માએ 3 વિકેટ લીધી
Email :

મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. 19મી ઓવરમાં મુંબઈએ દિલ્હીના 3 બેટર્સને સતત બોલ પર રનઆઉટ કર્યા અને મેચ જીતી લીધી. આ

ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા આઉટ થયા. રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ બોલિંગ પસંદ કરી. મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. તિલક

વર્માએ ફિફ્ટી ફટકારી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા. કર્ણ શર્માને 3 વિકેટ મળી.

Related Post