કૃણાલ-કોહલીના કારણે RCB ટેબલ ટૉપર બન્યું: દિલ્હીને રોમાંચક મેચમાં 6 વિકેટથી હરાવ્યું; પંડ્યા-વિરાટ વચ્ચે 119 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ

કૃણાલ-કોહલીના કારણે RCB ટેબલ ટૉપર બન્યું:દિલ્હીને રોમાંચક મેચમાં 6 વિકેટથી હરાવ્યું; પંડ્યા-વિરાટ વચ્ચે 119 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ
Email :

IPLની 46મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી દીધું. આની સાથે RCBની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર પણ પહોંચી ગઈ. અરુણ જેટલી સ્ટેડિયમમાં RCBએ બોલિંગ પસંદ કરી.

દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. બેંગલુરુએ 19મી ઓવરમાં 4 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો. 163 રનના ચેઝમાં RCBએ 26 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી

વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ ચોથી વિકેટ માટે 119 રનની પાર્ટનરશિપ કરી અને ટીમને જીત અપાવી. કૃણાલે 73* અને કોહલીએ 51 રન બનાવ્યા. ભુવનેશ્વર કુમારે 3 અને જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી.

Leave a Reply

Related Post