આજે અમદાવાદમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે ટક્કર: હેડ ટુ હેડમાં ગિલ એન્ડ કંપનીનું વર્ચસ્વ; સ્ટેડિયમ જવા માટે મેટ્રો ટાઇમિંગ અને વૈકલ્પિક રૂટ જાણો

આજે અમદાવાદમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે ટક્કર:હેડ ટુ હેડમાં ગિલ એન્ડ કંપનીનું વર્ચસ્વ; સ્ટેડિયમ જવા માટે મેટ્રો ટાઇમિંગ અને વૈકલ્પિક રૂટ જાણો
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ જોવા મળશે. સીઝનની 23મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 2022ની ચેમ્પિયન ગુજરાત 4 મેચમાંથી 3 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે. બીજી તરફ, 2008ની વિજેતા રાજસ્થાને 18મી સીઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને 2 જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે.

મેચ ડિટેઇલ્સ, 23મી મેચ GT Vs RR તારીખ- 9 એપ્રિલ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ સમય: ટૉસ - સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ - સાંજે 7:30 વાગ્યે IPL મેચ માટે મેટ્રોનું ટાઇમિંગ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે. 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે અને 18 મેના રોજ યોજાનારી મેચ દરમિયાન આ વિશેષ

સેવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી મેટ્રો સેવા મેચના દિવસોમાં મધ્યરાત્રિ સુધી ચાલશે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ સેવા ઉપલબ્ધ રહેશે. મુસાફરો ત્યાંથી મેટ્રોની બંને કોરિડોર પર કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે. મેચના દર્શકો માટે રૂ.50ની સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ

અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર સહિત 10 સ્ટેશન પરથી ખરીદી શકાશે. મેચના દિવસોમાં દર 8 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. રાત્રે 10થી મધ્યરાત્રિ 12:30 દરમિયાન મોટેરા અને સાબરમતી સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો મળશે. મોટેરા-ગાંધીનગર વચ્ચેની સેવા નિયમિત સમય મુજબ જ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. એ માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે.

જનપથથી સ્ટેડિયમ થઈને મોઢેરા ગામ તરફ જતા રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. અહીંથી મેચ પ્રીવ્યૂ વાંચો... ગુજરાત હેડ ટુ હેડમાં આગળ IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. આમાં ગુજરાતે 5 મેચ અને રાજસ્થાને 1 મેચ જીતી હતી. જયપુરમાં બંને વચ્ચે બે મેચ રમાઈ હતી. બંનેએ 1-1થી જીત મેળવી છે. GT માટે સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા ગુજરાતના ટૉપ સ્કોરર સાઈ સુદર્શને આ સીઝનમાં અત્યાર સુધી

રમાયેલી 4 મેચમાંથી 2 મેચમાં અડધી સદી ફટકારી છે. તેણે મુંબઈ સામે 63 રન અને પંજાબ સામે 74 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 4 મેચમાં 9 વિકેટ લીધી છે. તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હસરંગા રાજસ્થાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે રાજસ્થાન રોયલ્સના બોલર વાનિન્દુ હસરંગા ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે પોતાની 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી

છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં 35 રન આપીને 4 વિકેટ લીધી હતી. બેટિંગ કરતી વખતે, સંજુ સેમસને 4 મેચમાં ટીમ માટે સૌથી વધુ 137 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે અડધી સદી ફટકારી છે. તેના પછી, ધ્રુવ જુરેલે 4 મેચમાં 119 રન બનાવ્યા છે. પિચ રિપોર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અત્યાર સુધીમાં અહીં 37 IPL મેચ રમાઈ ચૂકી છે. 17 મેચમાં, પ્રથમ બેટિંગ કરનારી

ટીમ જીતી, જ્યારે 20 મેચમાં ચેઝ કરતી ટીમ જીતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સીઝનમાં ગુજરાત સામે બનાવ્યો હતો. પંજાબે આ મેચ 11 રનથી જીતી લીધી. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ છે. બંને કિસ્સાઓમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી ગઈ છે. વેધર અપડેટ મેચના દિવસે અમદાવાદમાં ખૂબ ગરમી રહેશે. બુધવારે અહીં તાપમાન 27 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. પવનની

ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા, શેરફેન રૂધરફર્ડ. રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા, કુમાર કાર્તિકેય.

Leave a Reply

Related Post