હૈદરાબાદના સ્ટાર બેટર ટ્રેવિસ હેડને કોરોના થયો: આજની મેચ નહીં રમે, રિષભની ટીમ આજે SRH સામે ટકરાશે; LSGનો હૈદરાબાદ સામે શાનદાર રેકોર્ડ

હૈદરાબાદના સ્ટાર બેટર ટ્રેવિસ હેડને કોરોના થયો:આજની મેચ નહીં રમે, રિષભની ટીમ આજે SRH સામે ટકરાશે; LSGનો હૈદરાબાદ સામે શાનદાર રેકોર્ડ
Email :

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓપનર અને ડેશિંગ બેટર ટ્રેવિસ હેડ IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમી શકશે નહીં. તેમની તબિયત સારી નથી. ટીમના કોચ ડેનિયલ વેટ્ટોરીએ જણાવ્યું હતું કે હેડ કોવિડ-19 થી સંક્રમિત થયા છે. એટલા માટે તે ટીમ સાથે જઈ શક્યા નથી. SRH હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. LSG પાસે હજુ પણ તક છે. જો તેઓ બાકીની મેચ જીતી જાય તો તેઓ પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે. હૈદરાબાદના મુખ્ય કોચે શું કહ્યું? લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા ડેનિયલ વેટ્ટોરીએ કહ્યું, 'હેડને કોવિડ-19 થયો છે અને તે

મુસાફરી કરી શકશે નહીં.' અમને આશા છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે અને ટીમમાં જોડાવા માટે મંજૂરી મળી જશે પછી તે આગામી મેચ માટે પાછો ફરશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ (એકાના) ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સિઝનમાં બંને ટીમ બીજી વખત એકબીજા સામે રમશે. અગાઉની મેચમાં લખનઉએ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. લખનઉ સુપર જાયન્ટ્સની આશાઓ આ મેચના પરિણામ પર ટકેલી છે. જો LSG આ મેચ જીતી જાય તો તેમની આશાઓ

જળવાઈ રહેશે, પરંતુ જો તેઓ હારી જાય તો તેઓ પ્લેઑફમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. લખનઉના 11 મેચમાં 10 પોઇન્ટ્સ છે અને તેમની 3 મેચ બાકી છે. બીજી તરફ, પ્લેઑફમાંથી બહાર થઈ ચૂકેલી હૈદરાબાદના 11 મેચમાં 3 જીત સાથે 6 પોઇન્ટ્સ છે. મેચ ડિટેઇલ્સ, 61મી મેચ LSG VS SRH તારીખ: 18 મે સ્ટેડિયમ: એકાના સ્ટેડિયમ, લખનઉ સમય: ટૉસ- 7:00 PM, મેચ શરૂ- 7:30 PM લખનઉ સામે હૈદરાબાદે માત્ર એક જ મેચ જીતી હૈદરાબાદ IPLમાં અત્યાર સુધી લખનઉને માત્ર એક જ વખત હરાવી શક્યું છે. હૈદરાબાદ અને લખનઉ વચ્ચે લીગમાં અત્યાર સુધી 5 મુકાબલા રમાયા છે. 4 મેચ લખનઉએ જીતી, જ્યારે

1 મેચમાં હૈદરાબાદને જીત મળી. એકાના સ્ટેડિયમમાં એક મેચ રમાઈ હતી, જે લખનઉએ 5 વિકેટે જીતી હતી. શાર્દૂલ LSGનો ટોચનો વિકેટ ટેકર વિકેટકીપર-બેટર નિકોલસ પૂરન લખનઉ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધી 11 મેચમાં 400થી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ, શાર્દૂલ ઠાકુરે ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી છે. શાર્દૂલે 9 મુકાબલામાં 12 વિકેટ ઝડપી છે. SRHની બેટિંગ નિષ્ફળ SRH પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની આક્રમક સલામી જોડી છે, પરંતુ શરૂઆતની મેચને બાદ કરતાં આ જોડીએ મોટે ભાગે નિરાશ જ કર્યા છે. એવું જ ઈશાન કિશનનું પ્રદર્શન પણ રહ્યું

છે. ઈશાને પહેલી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તેના બેટમાંથી કોઈ મોટી ઇનિંગ્સ નીકળી નથી. અભિષેક ટીમનો ટોચનો સ્કોરર છે. તેણે આ સિઝનની 11 મેચમાં 314 રન બનાવ્યા છે. હર્ષલ પટેલ ટીમનો ટોચનો બોલર છે. પિચ રિપોર્ટ ​​​​​​​એકાનાની પિચ પર IPLમાં સ્પિનર્સ જ હાવી રહ્યા છે. અહીં અત્યાર સુધી કુલ 19 IPL મેચ રમાઈ છે. 8 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમને અને 10 મેચમાં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ગ્રાઉન્ડનો સૌથી હાઇએસ્ટ ટીમ સ્કોર 235/6 છે, જે ગયા વર્ષે કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઉ સામે બનાવ્યો હતો. હવામાન સ્થિતિ ​​​​​​​લખનઉમાં સોમવારે

ખૂબ તડકો અને ગરમી રહેશે, સાથે હવા પણ ઝડપી રહેશે. હવાની ઝડપ 19 કિમી પ્રતિ કલાક રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 29થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, દિગ્વેશ સિંહ રાઠી, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અંસારી, મોહમ્મદ શમી.

Leave a Reply

Related Post