રોહિત-સૂર્યાની તોફાની બેટિંગ સામે ધોનીની ચેન્નઈ ધ્વસ્ત: મુંબઈએ જીતની હેટ્રિક લગાવી, બુમરાહે 2 વિકેટ ઝડપી; ચેન્નઈ સતત છઠ્ઠી મેચ હારી

રોહિત-સૂર્યાની તોફાની બેટિંગ સામે ધોનીની ચેન્નઈ ધ્વસ્ત:મુંબઈએ જીતની હેટ્રિક લગાવી, બુમરાહે 2 વિકેટ ઝડપી; ચેન્નઈ સતત છઠ્ઠી મેચ હારી
Email :

IPLની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું. 18મી સિઝનમાં MIએ સતત ત્રીજી મેચ જીતી. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. ચેન્નઈએ 5 વિકેટ ગુમાવ્યા બાદ 176 રન બનાવ્યા. મુંબઈએ 16મી ઓવરમાં માત્ર

1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું. મુંબઈ તરફથી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બંનેએ અર્ધસદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી. ચેન્નઈ તરફથી શિવમ દુબેએ 50 અને રવીન્દ્ર જાડેજાએ 53 રન બનાવ્યા. જાડેજાએ પણ 1

વિકેટ લીધી. ચેન્નઈ સિઝનમાં તેની છઠ્ઠી મેચ હારી ગયું, ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે. દિવસની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ (PBKS)ને 7 વિકેટથી હરાવ્યું. મેચ લિંક

Leave a Reply

Related Post