આજે જે જીતશે તે ટૉપ પર આવી જશે: ગુજરાત સામે મુંબઈનો રેકોર્ડ નબળો; મેચમાં વરસાદ ખલેલ પાડી શકે છે

આજે જે જીતશે તે ટૉપ પર આવી જશે:ગુજરાત સામે મુંબઈનો રેકોર્ડ નબળો; મેચમાં વરસાદ ખલેલ પાડી શકે છે
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમની આ બીજી ટક્કર છે. અગાઉની મેચમાં ગુજરાતે મુંબઈને 36 રનથી હરાવ્યું હતું. આજે જે ટીમ જીતશે તે IPL-2025ના પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી જશે. મુંબઈએ 11 મેચમાં 7 જીત સાથે 14 પોઇન્ટ્સ મેળવ્યા છે. બીજી તરફ, ગુજરાતે પણ 10 મેચમાં 7 જીત સાથે 14 પોઇન્ટ્સ મેળવ્યા છે. મેચ ડિટેઇલ્સ, 56મી મેચ MI Vs GT તારીખ: 6

મે સ્ટેડિયમ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ સમય: ટૉસ - 7:00 PM, મેચ શરૂ - 7:30 PM ગુજરાત હેડ-ટુ-હેડમાં આગળ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે. જેમાં GTએ ચાર મેચ જીતી છે, જ્યારે MIને માત્ર બે જીત મળી છે. આમ, અત્યાર સુધી ગુજરાતનું પલડું ભારે રહ્યું છે. વાનખેડેમાં બંને ટીમ એક વખત સામસામે આવી છે, જેમાં મુંબઈએ 27 રનથી જીત મેળવી હતી. રોહિત-સૂર્યા શાનદાર ફોર્મમાં, બોલ્ટ ટીમનો ટોચનો વિકેટ ટેકર ​​​​​​​મુંબઈનું ટોપ ઓર્ડર શાનદાર ફોર્મમાં છે. વિકેટકીપર રાયન રિકેલ્ટન અત્યાર સુધી 11

મેચમાં 334 રન બનાવી ચૂક્યો છે. તે ટીમનો શ્રેષ્ઠ ઓપનર છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 3 ફિફ્ટી અને 155ના સ્ટ્રાઈક રેટથી 293 રન બનાવ્યા છે. મુંબઈનો ટૉપ સ્કોરર સૂર્ય આ સિઝનમાં શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યો છે. તેણે 172ના સ્ટ્રાઈક રેટથી 475 રન બનાવ્યા છે. MI તરફથી લેફ્ટ આર્મ પેસર ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 11 મેચમાં 16 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહે પણ શાનદાર વાપસી કરી છે. તેણે અત્યાર સુધી 7 મેચમાં 11 વિકેટ લીધી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા બોલ અને બેટ

બંનેથી કમાલ બતાવી રહ્યો છે. તેણે 157 રન બનાવવા ઉપરાંત 13 વિકેટ પણ લીધી છે. સુદર્શન ટૉપ બેટર, ક્રિષ્ના સિઝનનો ટોચનો વિકેટ ટેકર ગુજરાતના ઓપનર્સ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી 5 ફિફ્ટી સાથે 465 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 162.02 છે. લેફ્ટ-હેન્ડ બેટર સુદર્શન ટુર્નામેન્ટનો બીજો ટૉપ સ્કોરર છે. તેણે 154.12ના સ્ટ્રાઈક રેટથી 504 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 5 ફિફ્ટી ફટકારી છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે અત્યાર સુધી 10 મેચમાં

19 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઇકોનોમી રેટ 7.48 રહ્યો છે. ટીમમાં મોહમ્મદ સિરાજ અને ઈશાંત શર્મા જેવા અનુભવી બોલર્સ પણ છે. પિચ રિપોર્ટ ​​​​​​​વાનખેડેની પિચ સામાન્ય રીતે બેટર્સ માટે વધુ અનુકૂળ રહે છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં અત્યાર સુધી IPLની 121 મેચ રમાઈ છે. 56 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે અને 65 મેચમાં ચેઝ કરનારી ટીમે જીત મેળવી છે. અહીંનો સૌથી ઊંચો ટીમ સ્કોર 235/1 છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. હવામાન સ્થિતિ ​​​​​​​મુંબઈમાં મંગળવારે વરસાદની

શક્યતા છે. આ દિવસે અહીં 60% વરસાદની આશંકા છે. તાપમાન 27 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, કોર્બિન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, કર્ણ શર્મા. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝી, સાઈ કિશોર, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા.

Leave a Reply

Related Post