મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચમી જીત સાથે નંબર-2 પર પહોંચી: લખનઉને 54 રનથી હરાવ્યું, બુમરાહને 4 વિકેટ; સૂર્યા-રિકેલ્ટનની ફિફ્ટી

મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચમી જીત સાથે નંબર-2 પર પહોંચી:લખનઉને 54 રનથી હરાવ્યું, બુમરાહને 4 વિકેટ; સૂર્યા-રિકેલ્ટનની ફિફ્ટી
Email :

મુંબઈ ઈન્ડિયન્સે સતત પાંચમી મેચ જીતીને IPL પોઈન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું છે. ટીમે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ્સને 54 રનથી હરાવ્યું છે. લખનઉએ બોલિંગ પસંદ કરી. MIએ 7 વિકેટ ગુમાવીને

215 રન બનાવ્યા. જવાબમાં LSG 161 રન જ બનાવી શકી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી. તેણે જ 16મી ઓવરમાં 3 વિકેટ લઈને મેચ MIની ઝોળીમાં નાખી દીધી. ટ્રેન્ટ બોલ્ટ

અને વિલ જેક્સે 2-2 વિકેટ લીધી. સૂર્યકુમાર યાદવ અને રાયન રિકેલ્ટન બંનેએ ફિફ્ટી ફટકારી. લખનઉ તરફથી આવેશ ખાન અને મયંક યાદવે 2-2 વિકેટ લીધી. આયુષ બદોનીએ સૌથી વધુ 35 રન બનાવ્યા.

Related Post