આજે ધર્મશાળામાં PBKS Vs DC: હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં એક મેચનો જ તફાવત; વરસાદની શક્યતા 65%

આજે ધર્મશાળામાં PBKS Vs DC:હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં એક મેચનો જ તફાવત; વરસાદની શક્યતા 65%
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે પંજાબ કિંગ્સ (PBKS) દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન ધર્મશાલા સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. 2023માં, દિલ્હીએ આ મેદાન પર પંજાબને 15 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાશે. પંજાબે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, દિલ્હીની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી

હતી. બંને ટીમ હાલમાં પ્લેઓફની દોડમાં છે. શ્રેયસ અય્યરની ટીમ 11 મેચમાં 7 જીત અને 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે અક્ષર પટેલની ટીમ 11 મેચમાં 6 જીત અને 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે પંજાબને ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવાની જરૂર છે. બીજી તરફ, દિલ્હીને બાકીની 3 મેચમાંથી ત્રણેય જીતવી પડશે. મેચ ડિટેઇલ્સ, 58મી મેચ PBKS Vs DC તારીખ- 8 મે સ્ટેડિયમ- HPCA, ધર્મશાલા સમય:

ટૉસ - સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ - સાંજે 7:30 વાગ્યે પંજાબ એક જીત સાથે આગળ IPLમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે, જેમાંથી PBKSએ 17 અને DCએ 16 મેચ જીતી છે. ધર્મશાલામાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાંથી પંજાબ કિંગ્સે બે અને દિલ્હી કેપિટલ્સે બે મેચ જીતી છે. પંજાબના ઓપનર્સ ફોર્મમાં, અર્શદીપ ટૉપ બોલર પંજાબ કિંગ્સના ટોપ ઓર્ડર બેટર

માટે IPLની 18મી સીઝન શાનદાર રહી છે. ઓપનર પ્રભસિમરન સિંહ ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 170ના સ્ટ્રાઇક રેટથી 437 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 4 ફિફ્ટી પણ ફટકારી છે. કેપ્ટન શ્રેયસ અય્યર PBKSના બીજો ટોચનો બેટર છે. તેણે 4 અડધી સદી સાથે 405 રન બનાવ્યા છે. ઓપનર પ્રિયાંશ આર્ય 347 રન સાથે ત્રીજા સ્થાને છે. ટીમ પાસે ડેથ ઓવરોમાં ફિનિશિંગ કરવા શશાંક સિંહ અને નેહા વાઢેરા જેવા બેટર્સ

છે. લેફ્ટ આર્મ બોલર અર્શદીપ સિંહ પંજાબનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 11 મેચમાં 16 વિકેટ લીધી છે. અર્શદીપે 8 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે આ IPLની એકમાત્ર હેટ્રિક લીધી છે. તેણે અત્યાર સુધીમાં 11 મેચમાં 14 વિકેટ લીધી છે. રાહુલ ટોચનો બેટર, સ્ટાર્ક પણ ફોર્મમાં દિલ્હીનો કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લી 10 મેચોમાં 142.61ના સ્ટ્રાઇક રેટથી 381 રન બનાવ્યા છે.

રાહુલના નામે 3 ફિફ્ટી પણ છે. ટીમના ઓપનર અભિષેક પોરેલે 11 મેચમાં 265 રન બનાવ્યા છે. બોલિંગમાં, મિચેલ સ્ટાર્ક ટીમનો સૌથી સફળ બોલર છે. તેણે છેલ્લા 11 મેચમાં 14 વિકેટ લીધી છે. સ્ટાર્ક પછી, ચાઇનામેન સ્પિનર ​​કુલદીપ યાદવનો નંબર આવે છે. તેણે 11 મેચમાં 12 વિકેટ લીધી છે. પિચ અને મેચ રેકોર્ડ્સ ધર્મશાલામાં કુલ 14 IPL મેચ રમાઈ છે. આમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમે 9 મેચ જીતી છે, જ્યારે

ચેઝ કરતી ટીમ 5 મેચમાં સફળ રહી છે. અહીં ટીમ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી શકે છે. ધર્મશાલાની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. પંજાબ કિંગ્સે આ મેદાન પર અત્યાર સુધીમાં 14 મેચ રમી છે, જેમાં તેઓ ફક્ત 6 વાર જીત્યા છે જ્યારે 8 વાર હારનો સામનો કરવો પડ્યો છે. આનો અર્થ એ થયો કે ટીમની જીતની ટકાવારી લગભગ 42.86% રહી છે. આ મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર

241/7 છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પંજાબ કિંગ્સ સામે બનાવ્યો હતો. હવામાન પરિસ્થિતિઓ મેચ પહેલા ધર્મશાલાનું હવામાન ચિંતાનો વિષય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે અહીં વરસાદની 65% શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે, ભેજનું પ્રમાણ 71% સુધી પહોંચી શકે છે, જ્યારે તાપમાન 16 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. પવનની ગતિ લગભગ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે મેદાન પર ઝડપી બોલરોને થોડી મદદ કરી શકે છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો યાન્સેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને વિજયકુમાર વૈશાખ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, આશુતોષ શર્મા, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મોહિત શર્મા.

Leave a Reply

Related Post