બ્લેકઆઉટના કારણે રદ થયેલી મેચ આજે રમાશે: જયપુરમાં PBKS Vs DC વચ્ચે મુકાબલો; હેડ ટુ હેડ રેકોર્ડમાં પંજાબ માત્ર એક જીતથી આગળ

બ્લેકઆઉટના કારણે રદ થયેલી મેચ આજે રમાશે:જયપુરમાં PBKS Vs DC વચ્ચે મુકાબલો; હેડ ટુ હેડ રેકોર્ડમાં પંજાબ માત્ર એક જીતથી આગળ
Email :

PL 2025ના પ્લેઑફમાં સ્થાન પાક્કું કરી ચૂકેલી પંજાબ કિંગ્સ (PBKS)નો આજે દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો થશે. દિલ્હી ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ સિઝનમાં પ્રથમ વખત એકબીજા સામે રમશે. પંજાબ કિંગ્સના આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચમાં 17 પોઈન્ટ છે. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને આગામી બે મેચ જીતીને ક્વોલિફાયર-1માં સ્થાન મેળવવા માંગશે. બીજી તરફ, દિલ્હીની ટીમે 13 મેચમાં 13 પોઈન્ટ મેળવ્યા છે. મેચ ડિટેઇલ્સ, 66મી

મેચ PBKS Vs DC તારીખ- 24 મે સ્ટેડિયમ- સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ​​​​​​​સમય: ટૉસ- 7:00 PM, મેચ શરૂ- 7:30 PM બ્લેકઆઉટને કારણે મેચ વચ્ચે રોકાઈ હતી ​​​​​​​આ પહેલા આ મેચ 8 મેના રોજ ધર્મશાળામાં રમાઈ રહી હતી. આ મેચમાં પંજાબની ટીમે 10.1 ઓવરમાં 122/1નો સ્કોર બનાવી લીધો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે અચાનક બ્લેકઆઉટ થયું હતું અને સુરક્ષાના કારણોસર મેચ રોકી દેવામાં આવી હતી. BCCIએ ત્યારબાદ નવું શેડ્યૂલ જાહેર કર્યું, જેમાં જણાવાયું હતું કે આ મેચ સંપૂર્ણપણે નવેસરથી રમાશે. પંજાબ એક જીતથી આગળ IPLમાં પંજાબ કિંગ્સ

અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી 33 મેચ રમાઈ છે, જેમાંથી 17માં PBKS અને 16 મેચમાં DCએ જીત મેળવી છે. જયપુરમાં બંને ટીમ પહેલીવાર ટકરાશે. પંજાબના ઓપનર્સ ફોર્મમાં, અર્શદીપ ટીમનો ટોચનો બોલર ​​​​​​​પંજાબ કિંગ્સના ટૉપ ઓર્ડર બેટર માટે IPLની 18મી સિઝન શાનદાર રહી છે. ઓપનર પ્રભસિમરન સિંહ ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 12 મેચમાં 458 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી પણ ફટકારી છે. કેપ્ટન શ્રેયસ અય્યર PBKSનો બીજો ટૉપ બેટર છે. તેણે 4 અડધી સદી સાથે 435 રન બનાવ્યા

છે. ઓપનર પ્રિયાંશ આર્ય 356 રન સાથે ત્રીજા નંબરે છે. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહ પંજાબનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે 12 મેચમાં 16 વિકેટ ઝડપી છે. રાહુલ દિલ્હીનો ટૉપ બેટર ​​​​​​​દિલ્હીનો કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લી 12 મેચમાં 504 રન બનાવ્યા છે. રાહુલના નામે 3 અડધી સદી અને એક સદી પણ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મિચેલ સ્ટાર્ક ટીમનો સૌથી સફળ બોલર છે. જોકે, તે પોતાના દેશ પરત ફરી ગયો છે. સ્ટાર્ક બાદ ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવનો નંબર આવે છે. પિચ રિપોર્ટ ​​​​​​​સવાઈ

માનસિંહ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે ઝડપી બોલરોને શરૂઆતમાં ઉછાળ અને ઝડપ આપે છે. જોકે, જેમ-જેમ મેચ આગળ વધે છે, બેટર્સને રમવામાં સરળતા રહે છે. આ મેદાન સામાન્ય રીતે હાઈ સ્કોરિંગ મેચ માટે જાણીતું છે. અહીં અત્યાર સુધી IPLની 62 મેચ રમાઈ છે. 23 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અને 39 મેચમાં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 219/5 છે, જે પંજાબ કિંગ્સે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન ​​​​​​​જયપુરમાં શનિવારે ગરમી રહેશે. આખો દિવસ તડકો રહેશે.

વરસાદની બિલકુલ પણ શક્યતા નથી. તાપમાન 30 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શશાંક સિંહ, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સન, જોશ ઇંગ્લિસ/જેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, હરપ્રીત બરાર. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર.

Leave a Reply

Related Post