પંજાબ સતત બીજી જીત સાથે નંબર-2 પર આવ્યું: લખનઉને 37 રને હરાવ્યું; પ્રભસિમરન સિંહે 91 રનની ઇનિંગ રમી

પંજાબ સતત બીજી જીત સાથે નંબર-2 પર આવ્યું:લખનઉને 37 રને હરાવ્યું; પ્રભસિમરન સિંહે 91 રનની ઇનિંગ રમી
Email :

IPL 2025 ની 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ પર 37 રનથી વિજય મેળવ્યો છે. ટીમ સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે લખનઉ સતત ત્રીજી મેચ હારી ગયું છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં 237 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની ટીમ

20 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શકી. આયુષ બદોની 74 રન બનાવીને આઉટ થયો હતો. અબ્દુલ સમદે 45 રન બનાવ્યા. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી. અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​2 વિકેટ લીધી. અગાઉ, ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે

20 ઓવરમાં 5 વિકેટે 236 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી. તેણે 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે 45 રન, શશાંક સિંહે 33* રન, જોશ ઇંગ્લિસે 30 રનનું યોગદાન આપ્યું. દિગ્વેશ રાઠી અને આકાશ સિંહે 2-2 વિકેટ લીધી. .

Leave a Reply

Related Post