આજે જે જીતશે તે ટૉપ-2માં ફિનિશ કરશે: મુંબઈ Vs પંજાબ વચ્ચે જંગ; હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં પણ બન્ને ટીમ વચ્ચે કાંટાની ટક્કર

આજે જે જીતશે તે ટૉપ-2માં ફિનિશ કરશે:મુંબઈ Vs પંજાબ વચ્ચે જંગ; હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં પણ બન્ને ટીમ વચ્ચે કાંટાની ટક્કર
Email :

IPL 2025ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ સિઝનમાં પ્રથમ વખત એકબીજા સામે રમશે. હાલમાં મુંબઈ 13 મેચમાં 16 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે છે. જ્યારે પંજાબ 13 મેચમાં 17 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. MI અને PBKS વચ્ચેનો આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહેવાનો છે, કારણ કે

ટૉપ-2માં સ્થાન મેળવવા માટે આ મેચ ખૂબ મહત્વની છે. મેચ ડિટેઇલ્સ, 69મી મેચ MI Vs PBKS તારીખ: 26 મે સ્ટેડિયમ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર સમય: ટૉસ - સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ - સાંજે 7:30 વાગ્યે હેડ-ટુ-હેડમાં મુંબઈ આગળ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અત્યાર સુધી કુલ 32 મેચ રમાઈ છે. આમાંથી 15 મેચમાં PBKS અને 17 મેચમાં MIએ જીત મેળવી છે. જોકે, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં

બંને ટીમ પહેલીવાર એકબીજા સામે રમશે. સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં સૂર્યકુમાર યાદવ આ સિઝનમાં ઉત્કૃષ્ટ ફોર્મમાં છે. તેનો બેટિંગ એવરેજ 63.75 અને સ્ટ્રાઇક રેટ 170.57 છે. સૂર્યા મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો ટોપ સ્કોરર છે. તેણે 13 મેચમાં 583 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. બોલિંગમાં ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ટોચ પર છે. બોલ્ટે MI માટે 13 મેચમાં 19 વિકેટ ઝડપી છે. શ્રેયસે પંજાબ માટે સૌથી વધુ

રન બનાવ્યા પંજાબ કિંગ્સ તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા છે. અય્યરે પાછલી મેચમાં દિલ્હી સામે 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પ્રભસિમરન સિંહ બીજા નંબરે છે, જેણે 13 મેચમાં 486 રન બનાવ્યા છે. ઝડપી બોલર અર્શદીપ સિંહે 13 મેચમાં 16 વિકેટ ઝડપી છે. પિચ રિપોર્ટ સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ કરે છે. જોકે, જેમ જેમ મેચ આગળ વધે છે, બેટર્સને રમવામાં સરળતા રહે છે.

આ મેદાન સામાન્ય રીતે હાઈ-સ્કોરિંગ મેચ માટે જાણીતું છે. અહીં અત્યાર સુધી IPLની 63 મેચ રમાઈ છે. 23 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે અને 40 મેચમાં ચેઝ કરનારી ટીમે જીત મેળવી છે. અહીંનો સૌથી મોટો ટીમ સ્કોર 219/5 છે, જે પંજાબ કિંગ્સે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. હવામાનની સ્થિતિ જયપુરમાં સોમવારે ગરમી રહેશે. આખો દિવસ તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 30 થી 39 ડિગ્રી

સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, અજમતુલ્લાહ ઓમરઝઈ, માર્કો યાન્સેન, જેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, હરપ્રીત બરાર. મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકલટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

Leave a Reply

Related Post