આજે RCB Vs RR વચ્ચે મેચ: બેંગલુરુ હોમગ્રાઉન્ડ પર છેલ્લી ત્રણેય મેચ હારી; હેડ ટુ હેડમાં રાજસ્થાનનું પલડું ભારે

આજે RCB Vs RR વચ્ચે મેચ:બેંગલુરુ હોમગ્રાઉન્ડ પર છેલ્લી ત્રણેય મેચ હારી; હેડ ટુ હેડમાં રાજસ્થાનનું પલડું ભારે
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. RCB આ સીઝનમાં અત્યાર સુધી તેના હોમ ગ્રાઉન્ડ પર 3 મેચ રમ્યું છે અને બધી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુના 8માંથી 5 મેચ જીતીને 10 પોઇન્ટ્સ છે. રાજસ્થાનની 8 મેચમાં બે જીત સાથે માત્ર 4 પોઇન્ટ્સ છે. બંને ટીમ આ સીઝનમાં બીજી વાર આમને-સામને ટકરાશે. પાછલી મેચમાં RCBએ RRને તેના હોમ ગ્રાઉન્ડ પર 9 વિકેટે હરાવ્યું હતું. મેચ

વિગતો, 42મી મેચ RCB Vs RR તારીખ- 24 એપ્રિલ સ્ટેડિયમ- એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ સમય: ટૉસ- સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂઆત - સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાનનો રેકોર્ડ સારો RCB અને RR વચ્ચે IPLના ઇતિહાસમાં અત્યાર સુધી 32 મુકાબલા રમાયા છે. આમાં RCBને 16 અને RRને 14 મેચમાં જીત મળી છે. જ્યારે 2 મુકાબલા અનિર્ણીત રહ્યા છે. બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે. 3માં બેંગલોર અને 4માં રાજસ્થાનને જીત મળી છે. જ્યારે 2 મેચનું પરિણામ નીકળી શક્યું નથી.

કોહલી શાનદાર ફોર્મમાં RCBના બેટર વિરાટ કોહલી ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 8 મેચમાં 322 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 ફિફ્ટી ફટકારી છે. તેના સિવાય ટીમનો કેપ્ટન રજત પાટીદાર અને ઓપનર ફિલ સોલ્ટ પણ સારા ફોર્મમાં છે. રજતે 8 મેચોમાં 221 અને સોલ્ટે 213 રન બનાવ્યા છે. બોલિંગમાં જોશ હેઝલવુડ ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેમણે 8 મેચોમાં 12 વિકેટ લીધી છે. બીજા નંબર પર કૃણાલ પંડ્યા છે. તેણે 8 મેચમાં 10 વિકેટ ઝડપી છે. યશસ્વી RRનો ટૉપ સ્કોરર છે રાજસ્થાનની ટીમ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહી

છે. ઓપનર યશસ્વી જયસવાલ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 8 મેચમાં 307 રન બનાવ્યા છે. વાનિન્દુ હસરંગા ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. હસરંગાએ 6 મેચોમાં 9 વિકેટ લીધી છે. સેમસનનું રમવું મુશ્કેલ IPL 2025માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન આજની મેચમાંથી બહાર થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, સેમસન આ સમયે રિકવરી પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે અને હાલમાં જયપુરમાં છે. સેમસન પેટમાં ઈજાને કારણે શનિવારે જયપુરમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં પણ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ટીમની કમાન રિયાન પરાગ સંભાળશે.

પિચ રિપોર્ટ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે મદદગાર સાબિત થશે. જ્યારે સ્પિનર્સને આ પિચ પર થોડી મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી IPLની 98 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 41 અને ચેઝ કરનાર ટીમે 53 મેચ જીતી છે. જ્યારે ચાર મેચનું પરિણામ નીકળી શક્યું નથી. આથી ટૉસ જીતનાર ટીમ ચેઝ કરવાનું પસંદ કરશે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 287/3 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે ગયા સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે બનાવ્યો હતો. વેધર રિપોર્ટ ગુરુવારે બેંગલુરુમાં વરસાદની સંભાવના બિલકુલ નથી. બપોરે તડકો રહેશે અને ઘણી ગરમી

પણ રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 22થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે પવન 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા. રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસવાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે/આકાશ મધવાલ, વૈભવ સૂર્યવંશી.

Leave a Reply

Related Post