કોહલીએ 100મી T20 ફિફ્ટી ફટકારી: RCBએ રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું, સોલ્ટે 65 રન ફટકાર્યા; ટીમે ચોથી મેચ ઘરની બહાર જીતી

કોહલીએ 100મી T20 ફિફ્ટી ફટકારી:RCBએ રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું, સોલ્ટે 65 રન ફટકાર્યા; ટીમે ચોથી મેચ ઘરની બહાર જીતી
Email :

IPLની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બેંગલુરુએ બોલિંગ પસંદ કરી. રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા. બેંગલુરુએ માત્ર 1 વિકેટના નુકસાન પર 18મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો. RCBના વિરાટ

કોહલીએ તેની T-20 કારકિર્દીની 100મી ફિફ્ટી ફટકારી, તેણે 62* રન બનાવ્યા. ફિલ સોલ્ટે 33 બોલમાં 65 રન બનાવ્યા. દેવદત્ત પડિકલ 40 રન બનાવીને નોટઆઉટ રહ્યો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસવાલે 75 રનની ઇનિંગ્સ રમી. બેંગલુરુની ચોથી જીત 18મી IPL સીઝનમાં RCBએ 6

મેચમાં ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ RCB પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે છે. ટીમની ચારેય જીત ઘરથી બહાર મળી. જ્યારે બંને હાર હોમગ્રાઉન્ડ પર મળી. બીજી તરફ રાજસ્થાનની 6 મેચમાં ચોથી હાર રહી. ટીમે માત્ર 2 જ મેચ જીતી છે.

Related Post