ગુજરાતે સીઝનમાં જીતની હેટ્રિક નોંધાવી: હૈદરાબાદ સતત ચોથીવાર હાર્યું; GT 7 વિકેટથી જીત્યું, કેપ્ટન ગિલની ફિફ્ટી; સિરાજની 4 વિકેટ

ગુજરાતે સીઝનમાં જીતની હેટ્રિક નોંધાવી:હૈદરાબાદ સતત ચોથીવાર હાર્યું; GT 7 વિકેટથી જીત્યું, કેપ્ટન ગિલની ફિફ્ટી; સિરાજની 4 વિકેટ
Email :

સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2025માં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. હોમ ટીમનો ગુજરાત સામે 7 વિકેટથી પરાજય થયો હતો. ગુજરાતે સતત ત્રીજી મેચ જીતી છે. આ ઉપરાંત ગુજરાતે સતત ચોથી મેચમાં SRHને હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા 153 રનના ટાર્ગેટને

ગુજરાતે 16.4 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો. કેપ્ટન શુભમન ગિલે 61 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે શેરફેન રૂધરફોર્ડ 35 રન બનાવી અણનમ રહ્યો. વોશિંગ્ટન સુંદરે 49 રન બનાવ્યા. મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી, જ્યારે કેપ્ટન પેટ કમિન્સે એક વિકેટ લીધી. ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ

પસંદ કરી. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા. નીતિશ કુમાર રેડ્ડી (31 રન) અને હેનરિક ક્લાસેન (27 રન)એ એકમાત્ર 50+ રનની ભાગીદારી કરી. GT તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી હતી. મેચ પછી પોઈન્ટ ટેબલ

Leave a Reply

Related Post